સ્વતંત્રતા પછીના જનઆંદોલનો પાછળ કોણ હતા ?, પૈસા કોણે આપ્યા ?
1974 પછીના તમામ આંદોલનોનો અભ્યાસ કરી માર્ગદશિકા તૈયાર કરવા ઇ.ઙ.છ.ઉ.ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આદેશ, ED અને CBDTને પણ સાથે રાખવા સૂચના
આંદોલનનું પરિણામ શું આવ્યું, ભવિષ્યમાં મોટો વિરોધ રોકવા માટેના ધોરણો શું હોવા જોઇએ? સહિતની બાબતોનો અભ્યાસ કરવા સૂચન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ સંશોધન વિભાગને સ્વતંત્રતા પછીના ભૂતકાળના વિરોધ પ્રદર્શનોનો અભ્યાસ કરવા, જન આંદોલનોને રોકવા માટે SOP તૈયાર કરવા સુચના આપી છે.
રિપોર્ટમા જણાવાયું છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ ભૂતકાળના જન આંદોલનોનો અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો છે કે ભવિષ્યમાં જન આંદોલનોને રોકવા માટે એક માનક સંચાલન પ્રક્રિયા તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત, ધાર્મિક મેળાવડામાં ભાગદોડના કિસ્સાઓ ટાળવા પણ યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરવા સુચના આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD ) ને આદેશ આપ્યો છે કે તેઓ સ્વતંત્રતા પછી, ખાસ કરીને 1974 પછી દેશમા થયેલા તમામ વિરોધ પ્રદર્શનો અને જન આંદોલનોનો અભ્યાસ કરે અને તે આંદોલનો પાછળ કોણ લોકો હતા આંદોલનના કારણો શું હતા અને તેમને કોણે ભંડોળ પૂરું પાડ્યું તે શોધે. આ ઉપરાંત, તે આંદોલનો અને વિરોધ પ્રદર્શનોનું પરિણામ શું આવ્યું. તેનો હેતુ ભવિષ્યમાં જન આંદોલનોને રોકવા માટે એક માનક સંચાલન પ્રક્રિયા (SOP ) તૈયાર કરવાનો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવાયું છે કે અમિત શાહે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં નવી દિલ્હીમાં ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આયોજિત બે દિવસીય પરાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદ- 2025 મા આ સૂચનાઓ આપી હતી. એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને અહેવાલમા કહેવામા આવ્યું છે કે BPRD ને તે વિરોધ પ્રદર્શનોના કારણો, પેટર્ન અને પરિણામોનું વિશ્ર્લેષણ કરવા માટે કહેવામા આવ્યું છે ખાસ કરીને તે જન આંદોલનોમાં પડદા પાછળ કોણ સામેલ હતું તે શોધવા માટે જણાવાયુ છે.
અધિકારીના જણાવ્યા મુજબ, એવું પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો ભવિષ્યમાં કોઈ મોટો વિરોધ સ્વાર્થને કારણે થાય છે, તો તેને રોકવા માટેના ધોરણો શું હોવા જોઈએ, આ અભ્યાસના પરિણામોના આધારે પણ આ તૈયાર કરવા જોઈએ. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગૃહમંત્રીના નિર્દેશો પછી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ BPRD એક ટીમ બનાવવાની પ્રક્રિયામા છે જે રાજ્યોના પોલીસ વિભાગો સાથે મળીને તેમના ગુના તપાસ વિભાગો (CID ) ના અહેવાલો સહિત જૂની કેસ ફાઇલોનો અભ્યાસ કરશે. ED , CBDT ને સાથે લેવાના નિર્દેશો પણ આપ્યા છે.
અહેવાલમા અન્ય એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય મંત્રી શાહે BPRD ને પણ આવી હિલચાલના નાણાકીય પાસાઓ ની તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED ) , ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા (FIUIND ) અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT ) જેવી નાણાકીય તપાસ એજન્સીઓને સામેલ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, આતંકવાદી ભંડોળ નેટવર્કને તોડી પાડવા માટે, આ સંસ્થાઓને નાણાકીય અનિયમિતતાઓના વિશ્ર્લેષણ દ્વારા અજાણ્યા આતંકવાદી નેટવર્ક, તેમના જોડાણો અને ઇરાદાઓને ઓળખવા માટે એક માનક સંચાલન પ્રક્રિયા વિકસાવવા કહેવામાં આવ્યું છે.
ખાલિસ્તાની ઉગ્રવાદનો સામનો કરવા માટે અલગ SOP તૈયાર કરવા સૂચના
અહેવાલમા કહેવામાં આવ્યું છે કે શાહે BPRD ને રાજ્ય પોલીસ વિભાગો સાથે સંકલન કરીને વિવિધ ધાર્મિક મેળાવડાઓનો અભ્યાસ કરવા જણાવ્યું છે જેથી ભાગદોડ જેવી ઘટનાઓના કારણો સમજી શકાય અને આવા મેળાવડાઓ પર દેખરેખ અને નિયમન માટે એક માનક સંચાલન પ્રક્રિયા પણ તૈયાર કરી શકાય. સૂત્રોને ટાંકીને અહેવાલમા જણાવાયું છે કે શાહે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA ) , બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF ) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB ) ને પણ પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ અને સામાન્ય ગુનાહિત પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે અલગ SOP તૈયાર કરવા જણાવ્યું છે.