For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તલવાર લઇ કોણ આંદોલન કરે: ખેડૂત આંદોલનને હાઇકોર્ટની ફટકાર

05:40 PM Mar 07, 2024 IST | Bhumika
તલવાર લઇ કોણ આંદોલન કરે  ખેડૂત આંદોલનને હાઇકોર્ટની ફટકાર

પંજાબ અને હરિયાણામાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને ચંદીગઢની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલામાં વકીલોને ફટકાર લગાવી હતી, તો જજ પણ તસવીરો જોઈને ખેડૂતો પર ગુસ્સે થઈ ગયા હતા. સુનાવણી દરમિયાન જ્યારે હરિયાણા સરકારે હાઈકોર્ટને વિરોધમાં અનેક તસવીરો બતાવી ત્યારે કોર્ટનું વલણ કડક થઈ ગયું. કોર્ટે શુભકર્ણના મૃત્યુની તપાસને લઈને મહત્વનો આદેશ પણ આપ્યો હતો. આ દરમિયાન હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે કોણ હાથમાં તલવાર લઈને શાંતિપૂર્વક વિરોધ કરે છે?

Advertisement

ગુરુવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને ફટકાર લગાવી અને કહ્યું કે બંને રાજ્યો આ સમગ્ર મામલે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. કોર્ટે કહ્યું કે ખેડૂત શુભકરણના મૃત્યુની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવામાં આવશે. 3 સભ્યોની કમિટી બનાવવામાં આવશે. સુનાવણી દરમિયાન જ્યારે હરિયાણા સરકારે હાઈકોર્ટને વિરોધમાં અનેક તસવીરો બતાવી ત્યારે કોર્ટનું વલણ કડક થઈ ગયું.

ફોટો જોયા બાદ હાઈકોર્ટે ખેડૂત આંદોલનકારીઓ પર મોટી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ શરમની વાત છે કે તમે લોકો બાળકોને આગળ મૂકી રહ્યા છો, તમે કેવા માતા-પિતા છો. બાળકોની આડમાં અને તે પણ હથિયારો સાથે વિરોધ, તમે લોકોને અહીં ઊભા રહેવાનો અધિકાર પણ નથી. હાઈકોર્ટે આંદોલનકારીઓને કહ્યું, શું તમે ત્યાં કોઈ યુદ્ધ કરવા જઈ રહ્યા છો? આ પંજાબની સંસ્કૃતિ નથી. તમારા નેતાઓની ધરપકડ કરીને ચેન્નાઈ મોકલવામાં આવે. તમે લોકો નિર્દોષ લોકોને આગળ કરી રહ્યા છો. આ એકદમ શરમજનક છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement