For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોહિતની નિવૃત્તિ બાદ T-20નો કેપ્ટન કોણ? હાર્દિક, બુમરાહ, ગીલ દાવેદારો

12:41 PM Jul 01, 2024 IST | Bhumika
રોહિતની નિવૃત્તિ બાદ t 20નો કેપ્ટન કોણ  હાર્દિક  બુમરાહ  ગીલ દાવેદારો
Advertisement

ભારત ટીમે 17 વર્ષ બાદ આઈસીસી ટી20 વિશ્વકપની ટ્રોફી જીતી લીધી છે. બાર્બાડોસના કેસિંગ્ટન ઓવલ મેદાન પર આફ્રિકાને ફાઈનલમાં 7 રને હરાવી ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. રોહિતની નિવૃત્તિ બાદ હવે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોણ હશે? તેને લઈને ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. હાર્દિક પંડ્યા રેસમાં સૌથી આગળ છે, કારણ કે તે ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. આ સિવાય બે એવા ખેલાડી છે જે કેપ્ટન બનવા માટે દાવેદાર છે.

ટી20 વિશ્વકપ 2024માં શાનદાર પ્રદર્શન કરતા ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિક પંડ્યા ટી20નો કેપ્ટન બની શકે છે. તે આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ટીમનો વાઇસ કેપ્ટન પણ હતો. તેની પાસે કેપ્ટનશિપનો અનુભવ છે. તે આઈપીએલમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી કેપ્ટન છે. રોહિતની વિદાય બાદ હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળી શકે છે.

Advertisement

ટીમ ઈન્ડિયાના સીનિયર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટી20 ફોર્મેટમાં કેપ્ટન બની શકે છે. તે ભારતીય ટીમની કમાન પહેલા પણ સંભાળી ચૂક્યો છે. તે બોલથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ટી20 વિશ્વકપમાં બુમરાહ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. તેવામાં બીસીસીઆઈ બુમરાહના નામ પર પણ વિચાર કરી શકે છે.
ભારતના યુવા સ્ટાર બેટર શુભમન ગિલ પણ ટી20ની કમાન સંભાળવાની રેસમાં છે. ગિલને ટી20 વિશ્વકપમાં રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો હતો. ગિલ એક શાનદાર બેટર છે, સાથે તે ગુજરાત ટાઈટન્સની કમાન પણ સંભાળી રહ્યો છે. ઝિમ્બાબ્વેના પ્રવાસે જનારી ભારતીય ટીમની કમાન પણ ગિલને સોંપવામાં આવી છે. તેવામાં ગિલ પણ ટીમની કમાન સંભાળવા માટે દાવેદાર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement