ઉત્તર ભારતમાં સફેદ ચાદર છવાઈ, સહેલાણીઓ ખુશખુશાલ
01:44 PM Feb 02, 2024 IST | Bhumika
ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભારે બરફ વર્ષા અને વરસાદ પડી રહ્યો છે. સર્વત્ર બરફની સફેદ ચાદર છવાયેલી નજરે પડે છે. શ્રીનગર અને મનાલીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ આ અદભુત નજારાનો આનંદ માણી રહ્યાં છે તસ્વીરમાં સીમલામાં બરફથી ઢંકાયેલા વાહનો વચ્ચે છત્રી લઈને પસાર થતી વ્યક્તિ તથા અન્ય તસ્વીરમાં ધર્મશાલામાં બરફ વર્ષાનો આનંદ માણતા સહેલાણીઓ નજરે પડે છે. અન્ય તસ્વીરમાં બરફથી છવાયેલી પહાડી વચ્ચે માતા વૈષ્ણોદેવીનું મંદિર નજરે પડે છે.
Advertisement
Advertisement
Advertisement