કાશી વિશ્ર્વનાથ મંદિરના શિખર પર સફેદ ઘુવડ, શુભ ઘટનાના સંકેત
લક્ષ્મીજીનું વાહન સફેદ ઘુવડ શાંતિ અને સમૃધ્ધિનું પ્રતિક મનાય છે
કાશી વિશ્વનાથ મંદિર જ્યાં અંત અને આરંભનો સંગમ છે, જ્યાં ભગવાન શિવ અને નારાયણ વાસ કરે છે, ત્યાં માતા લક્ષ્મીનું વાહન સફેદ ઘુવડ શિખર પર બેઠેલું જોવા મળ્યું છે. પૌરાણિક ગ્રંથોમાં સફેદ ઘુવડને માતા લક્ષ્મીનું વાહન ગણવામાં આવે છે. 20 ઓગસ્ટની સાંજે શયન આરતી બાદ મંદિરના શિખર પર બેઠેલા સફેદ ઘુવડે સ્વત: જ જનમાસનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ હતું.
જે ઇશારો કરે છે કે ટૂંક સમયમાં જ કોઇ શુભ ઘટના બનશે. જ્યોતિષીય દ્રષ્ટિએ પણ આ ઘટનાને શુભ ગણવામાં આવે છે, કારણ કે માતા લક્ષ્મીના વાહન સફેદ ઘુવડને શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક ગણવામાં આવે છે. ઘુવડ જોવા મળવાની ઘટનાનો લોકો અલગ અલગ ક્યાસ કાઢી રહ્યા છે.
માતા લક્ષ્મીનું વાહન સફેદ ઘુવડ જોવા મળે તે અત્યંત દુલર્ભ અને શુભ ગણાય છે. સફેદ ઘુવડ સરળતાથી જોવા મળતા નથી. એવામાં કાશીમાં સફેદ ઘુવડ જોવા મળવાનો પણ સંકેત છે કે, માતા લક્ષ્મીનું આગમન થઇ ગયું છે. જેની અસર ભારતમાં પણ જોવા મળશે.
પંચાંગ અનુસાર, 20 ઓગસ્ટ બુધવારના રોજ ત્રયોદશી ઉપરાંત ચતુર્દશી તિથિનો સંયોગ બની રહ્યો છે. જે ભગવાન શિવને સમર્પિત છે. એવામાં માતા લક્ષ્મી સફેદ ઘુવડ પર સવાર થઇ શિવ ધામમાં આવે તે અત્યંત શુભ અને સૌભાગ્ય તરફ ઇશારો કરે છે.
શાસ્ત્રો અનુસાર, સફેદ રંગનું ઘુવડ કોઇ વ્યક્તિને જોવા મળે તો ઇશારો કરે છે કે, તમારાં જીવનમાં આવનારા દિવસમાં આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઇ જશે. કોઇ સકારાત્મકતા તરફ સફેદ ઘુવડનો ઇશારો કરે છે, ઉપરાંત તમારાં પિતૃઓ પણ તમારાંથી ખુશ છે.