દારૂ કૌભાંડના પૈસા કયાં ગયા?, કાલે કોર્ટમાં ધડાકો કરશે કેજરીવાલ
- મુખ્યમંત્રીના પત્ની સુનિતાએ કહ્યું, તેમના પતિ દેશને પુરાવા સાથે જણાવશે પૈસા કયાં ગયા?
દિલ્હી શરાબ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે મોટો દાવો કરતા કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ 28 માર્ચે આખા દેશને જણાવશે કે આ કથિત દારૂૂ કૌભાંડના પૈસા ક્યાં ગયા.સુનીતા કેજરીવાલે કહ્યું કે આ કહેવાતા દારૂૂ કૌભાંડની તપાસમાં EDએ છેલ્લા બે વર્ષમાં 250 થી વધુ દરોડા પાડ્યા છે. અરવિંદ કેજરીવાલ આ કહેવાતા દારૂૂ કૌભાંડના પૈસા શોધી રહ્યા છે. અત્યાર સુધીના દરોડામાં એક પણ પૈસો મળ્યો નથી. EDએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા. પરંતુ એક પણ પૈસો મળ્યો નથી.
તેમણે કહ્યું કે ઇડીએ અમારા સ્થાન પર પણ દરોડા પાડ્યા, તેમને માત્ર 75,000 રૂૂપિયા મળ્યા. તો આ કૌભાંડના પૈસા ક્યાં છે?
અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે તેઓ 28 માર્ચે કોર્ટ સમક્ષ આ વાતનો ખુલાસો કરશે. તેઓ આખા દેશને સત્ય કહેશે કે આ કહેવાતા દારૂૂના કૌભાંડના પૈસા ક્યાં છે? તેના પુરાવા પણ આપવામાં આવશે.
સુનીતા કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલ જેલમાં છે. પરંતુ તેઓ તમારી સાથે છે. તે દિલ્હીના લોકો માટે ચિંતિત છે. અમે પૂછવા માંગીએ છીએ કે દારૂૂના કૌભાંડના પૈસા ક્યાં છે? દરોડામાં એક પૈસો પણ મળ્યો નથી. અમને પૈસાનો પુરાવો આપવો જોઈએ. પૈસાનો પુરાવો કેમ આપવામાં આવતો નથી? તેમણે કહ્યું કે કેજરીવાલ સાચા દેશભક્ત વ્યક્તિ છે.
દિલ્હીની સરકાર જેલમાંથી નહીં ચાલે, ઉપરાજ્યપાલે સોય ઝાટકી કહ્યું
લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીની વર્તમાન રાજનીતિ ચર્ચાનો વિષય બની રહે છે. કેજરીવાલની ધરપકડ પછી આમ આદમી પાર્ટી સતત જેલમાંથી સરકાર ચલાવવાની વાત કરી રહી છે. દરમિયાન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાના નિવેદનથી રાજકીય હલચલ વધી ગઈ છે.દિલ્હીના એલજી વીકે સક્સેનાએ કહ્યું, હું દિલ્હીના લોકોને ખાતરી આપવા માંગુ છું કે દિલ્હી સરકારને જેલમાંથી ચલાવવામાં આવશે નહીં. એક ન્યૂઝ ચેનલના સમિટમાં તેમણે આ વાત કહી.
દિલ્હી ધારાસભામાં આપના સભ્યો કેજરીવાલનો માસ્ક પહેરી આવ્યા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ પ્રથમ દિલ્હી વિધાનસભા સત્રની શરૂૂઆત આમ આદમી પાર્ટીના સભ્યોએ પીળા શર્ટ પહેરેલા અને તેના પર કેજરીવાલના ચહેરા સાથે માસ્ક સાથે જોરથી વિરોધ સાથે શરૂૂ કરી. સત્ર શરૂૂ થતાની સાથે જ 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. સ્થગિત કર્યા પછી પરત ફરતા, સ્પીકર રામ નિવાસ ગોયલે ગૃહને શાંતિપૂર્ણ રીતે ચાલુ રાખવા માટે કહ્યું. જોકે, આપએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. આ દરમિયાન ભાજપના નેતાઓએ પણ કેજરીવાલના રાજીનામાની માંગણી સાથે વિરોધ કર્યો હતો. ત્યારબાદ ગૃહની કાર્યવાહી 1 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી હતી. સત્રની શરૂૂઆત પહેલા, અઅઙ ધારાસભ્યોએ વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને કેજરીવાલની તાત્કાલિક મુક્તિની માંગણી સાથે સૂત્રોચ્ચાર હતો. આતિશી અને સૌરભ ભારદ્વાજ સહિતના પક્ષના નેતાઓ વિરોધમાં સામેલ હતા. તેઓ પીળા ટી-શર્ટમાં સજ્જ હતા અને તેમના પર મૈં ભી કેજરીવાલ અને મોદી કા સબસે બડા ડર કેજરીવાલ જેવા સૂત્રો લખેલા હતા.