સરકાર સ્વાર્થ છોડશે ત્યારે નાગરિકો સુખી-સમૃદ્ધ બનશે
આજનો માણસ ઝડપથી બદલાતી જીવનશૈલીમાં સંપૂર્ણ રીતે સમાયોજિત થઈ રહ્યો છે. ટેક્નોલોજીએ જીવનને સરળ બનાવ્યું છે, પરંતુ શું આધુનિક સુવિધાઓનો લાભ લેવા માટે આપણું શાસન પણ એટલું જ તૈયાર છે? જવાબ છે, નહીં. દેશમાં આજે વિકાસની વાતો તો ઘણી થાય છે, પરંતુ જ્યારે વાત જમીની હકીકતોની આવે છે ત્યારે આપણે ઘણી ખામીઓ જોઈએ છીએ. નાગરિકોની જરૂૂરિયાતો અને સરકારી સુવિધાઓ વચ્ચેનું અંતર દિવસેને દિવસે વધતું જાય છે.
ઉદાહરણ-રૂૂપ જોઈએ તો,એક તરફ આપણે મોંઘા વાહનો ખરીદીએ છીએ, પરંતુ રસ્તાઓની સ્થિતિ દયનીય છે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરતા સ્માર્ટફોન આપણા હાથમાં હોય છે, પરંતુ સરકારી કાર્યવાહીમાં હજુ પણ લાંબી પ્રક્રિયાઓ છે. આપણે આધુનિક જીવનશૈલી જીવીએ છીએ, પરંતુ મૂળભૂત સુવિધાઓ જેવી કે આરોગ્ય, શિક્ષણ, વીજળી, પાણી, સ્વચ્છતા સહીત અનેક સુવિધાઓ માટે આપણે હજુ પણ સંઘર્ષ કરીએ છીએ. આ સંકટનું મુખ્ય કારણ છે રાજકીય તંત્રનો સ્વાર્થ અને શાસન વ્યવસ્થાની ધીમી ગતિ.આજના યુગમાં સરકારોની કામગીરી અને નાગરિકોના હિતો વચ્ચેનું અંતર દિન પ્રતિદિન વધતું જાય છે. નાગરિકોનો આક્ષેપ છે કે આજની સરકારો મુખ્યત્વે પોતાના રાજકીય લાભ માટે કામ કરે છે અને નાગરિકોની સુખાકારીને ગૌણ રાખે છે. વિકાસના નામે માત્ર ખોટા વચનો અને દંભ જોવા મળે છે.નાગરિકો માને છે કે સરકારોએ લોકોની મૂળભૂત જરૂૂરિયાતો જેવી કે રોજગાર, આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા જેવી બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરંતુ હાલની સ્થિતિ એ છે કે સરકારો મોટા પ્રોજેક્ટો અને શોખીન યોજનાઓમાં વધુ રસ લે છે.
નાગરિકોનું કહેવું છે કે જ્યાં સુધી સરકારો પોતાના સ્વાર્થને બાજુ પર રાખીને નાગરિકોની સુખાકારી માટે કામ કરશે નહીં ત્યાં સુધી આપણે આવી સમસ્યાઓથી મુક્ત થઈ શકીશું નહીં. નાગરિકોને આશા છે કે સરકારો આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરશે અને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરીને કામ કરશે.
શિક્ષણ ક્ષેત્રમાં પણ સમસ્યાઓ અગણિત
આરોગ્ય ક્ષેત્ર માફક શિક્ષણ ક્ષેત્રમાં પણ સમસ્યાઓ અગણિત છે. સરકારી શાળાઓ વિદ્યાર્થીઓ ભરવાના ગોદામ બની ચૂકી છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં ગંભીર સંકટ સર્જાયું છે. સરકારી શાળાઓની સ્થિતિ દયનીય છે. આ શાળાઓમાં શિક્ષકોની અછત, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને શૈક્ષણિક ગુણવત્તાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરિણામે, વિદ્યાર્થીઓ સરકારી શાળાઓને છોડીને ખાનગી શાળાઓમાં જવા મજબૂર થઈ રહ્યા છે. ખાનગી શાળાઓમાં શિક્ષણ ખૂબ મોંઘુ છે. વાલીઓને તેમના બાળકોનું શિક્ષણ કરાવવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે. આના કારણે ઘણા વાલીઓ કરજમાં ડૂબી જાય છે. ખાનગી શાળાઓમાં ફી વધારાની સમસ્યા પણ એક મોટો પ્રશ્ન છે. શિક્ષકોનું સ્તર પણ ઘટી રહ્યું છે. ઘણા શિક્ષકો પાસે પૂરતી લાયકાત હોતી નથી અને તેઓ વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપી શકતા નથી. શિક્ષણ પદ્ધતિઓ પણ જૂની અને યાંત્રિક બની ગઈ છે. વિદ્યાર્થીઓને ગોખણ કરાવવા પર વધુ ભાર મૂકવામાં આવે છે અને તેમને સર્જનાત્મક બનવાની તક મળતી નથી. કોલેજોમાંથી બેરોજગારોનું પ્રમાણ વધી રહ્યું છે. કારણ કે કોલેજોમાં જે શિક્ષણ આપવામાં આવે છે તે વ્યવહારિક જીવનમાં કામ લાગતું નથી. વિદ્યાર્થીઓને આર્થિક ઉપાર્જન માટે જરૂૂરી કુશળતાઓ શીખવવામાં આવતી નથી.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દેશમાં કટોકટી: લોકોની આશાઓ પર પાણી!
રાજ્યો સહીત દેશભરમા આરોગ્ય સેવાઓની સ્થિતિ દિનપ્રતિદિન વણસતી જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો આરોગ્ય સુવિધાઓનું નામોનિશાન નથી. શહેરી વિસ્તારોમાં પણ સરકારી હોસ્પિટલોમાં ગંભીર ખામીઓ છે. ગિરદી, અસફાઈ, નિષ્ણાત તબીબોની અછત અને અન્ય સમસ્યાઓના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. શહેરની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળે છે. અહીં સફાઈની સ્થિતિ દયનીય છે. સ્ટ્રેચર જેવા સામાન્ય સાધનોનો પણ અભાવ છે. નિષ્ણાત તબીબોની ગેરહાજરીના કારણે દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી. ઘણીવાર તો દર્દીઓને ચીલાચાલુ નિદાન અને ઓછી અસરકારક દવાઓ આપવામાં આવે છે. આ બધાના કારણે દર્દીઓ શારીરિક રીતે તો અસ્વસ્થ હોય છે જ, સાથે સાથે માનસિક રીતે પણ ત્રસ્ત થઈ જાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પણ દર્દીઓને બહુ ઉપયોગી થતાં નથી. આ કારણે શહેરની હોસ્પિટલ પર અનેકગણો વર્કલોડ હોય છે. આરોગ્ય સેવાઓ અને સુવિધાઓના અભાવ અંગે પુસ્તક લખો તો પણ, બધી જ સમસ્યાઓને ન્યાય ન આપી શકાય. આવી સ્થિતિમાં દર્દીઓને સારવાર મળવાને બદલે વધુ બીમાર થવાની નોબત આવે છે. આરોગ્ય ક્ષેત્રમાં સુધારા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂૂર છે. સરકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ વધારવા અને હાલની સુવિધાઓને વધુ સારી બનાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ.