જયારે રોબોટ કૂતરાને અસલી કૂતરાઓએ ઘેરી લીધો: વીડિયો વાઈરલ
આઇઆઇટી કાનપુરનો એક ફની વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. અને હા, આ ક્લિપ પણ લોકોને ગલીપચી કરી રહી છે.
આ વીડિયોમાં એક રોબોટ ડોગ આઈઆઈટી (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) કેમ્પસના પાર્કમાં હતો જ્યારે અસલી કૂતરાઓ ત્યાં આવે છે, ત્યારે કંઈક એવું થાય છે કે એન્જિનિયર્સ હસવાનું રોકી શકતા નથી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ક્લિપ આઇઆઇટી કાનપુરમાં ચાલી રહેલા ટેક ફેસ્ટ ટેકકૃતિની છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ મિ.ળીસયતવ.બફક્ષલફિ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું - રોબોટ ડોગ અને રિયલ ડોગ્સ વચ્ચે એક ફની ઘટના બની. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઈન્સ્ટા રીલને 4 લાખથી વધુ વ્યૂઝ અને 15 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
આ સાથે યુઝર્સે મજેદાર કોમેન્ટ્સ પણ કરી છે. જેમ કે એક યુઝરે લખ્યું - કૂતરાઓ પણ આશ્ચર્ય પામતા હશે કે તેનું મોં ક્યાં છે? જ્યારે કેટલાક પૂછવા લાગ્યા કે તેનો અર્થ શું છે કે રોબોટ કૂતરાઓની ભાષા જાણે છે. એકંદરે આ દ્રશ્ય જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી.
રોબોટ ડોગ પાર્કમાં છે. ત્યારે તેને જોતા જ રખડતા કૂતરાઓ આવે છે. કૂતરાઓ સમજવાનો પ્રયત્ન કરે છે કે આ શું છે. રોબોટ કૂતરો કંઈક કરે છે, પરંતુ વાસ્તવિક કૂતરાઓ તેને ઘેરી લેવાનું શરૂૂ કરે છે. જોકે તેઓ પણ ડરેલા છે. છેવટે રોબોટ કૂતરાની જેમ લાત મારીને પાછળ પડી જાય છે! પરંતુ આ જોઈને ત્યાં હાજર લોકો હસવા લાગ્યા. તમને જણાવી દઈએ કે આ રોબોટ ડોગને ખીસત છજ્ઞબજ્ઞશિંભત નામની કંપનીએ ડિઝાઇન કર્યો છે.