For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વોટ્સએપની મોટી કાર્યવાહી: જૂનમાં 98 લાખથી વધુ એકાઉન્ટસ બંધ

06:29 PM Aug 05, 2025 IST | Bhumika
વોટ્સએપની મોટી કાર્યવાહી  જૂનમાં 98 લાખથી વધુ એકાઉન્ટસ બંધ

મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે ભારતમાં 98 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પગલું કંપની દ્વારા તેના પ્લેટફોર્મ પર દુરુપયોગ, ખોટી માહિતી અને હાનિકારક પ્રવૃત્તિઓને રોકવાના પ્રયાસોના ભાગરૂૂપે લેવામાં આવ્યું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) રૂૂલ્સ, 2021 હેઠળ પ્રકાશિત થયેલા માસિક પાલન અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે, જેમાં દર્શાવાયું છે કે મોટાભાગના એકાઉન્ટ્સ યુઝરની ફરિયાદ વિના જ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

Advertisement

વોટ્સએપે જૂન 2025 માં ભારતમાં 98,70,078 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાંથી, લગભગ 19.79 લાખ એકાઉન્ટ્સ તો યુઝરની કોઈ ફરિયાદ વિના જ કંપનીની ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. કંપનીને જૂન મહિનામાં કુલ 23,596 ફરિયાદો મળી હતી, જેમાંથી 16,069 ફરિયાદો એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવા સંબંધિત હતી. આ ફરિયાદોના આધારે, વોટ્સએપે 1,001 એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી છે. વોટ્સએપ દુરુપયોગને રોકવા માટે ત્રણ તબક્કાની સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેમાં એકાઉન્ટ સેટઅપ, મેસેજિંગ અને યુઝર ફીડબેકનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, વોટ્સએપે જૂન મહિનામાં ભારતમાં કુલ 98,70,078 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પગલાં લેવા પાછળનું મુખ્ય કારણ દુરુપયોગ, અફવાઓ ફેલાવવા અને પ્લેટફોર્મની શરતોનું ઉલ્લંઘન છે. સૌથી મહત્વની વાત એ છે કે આમાંથી લગભગ 19.79 લાખ એકાઉન્ટ્સ તો કંપનીએ યુઝરની કોઈ ફરિયાદ મળે તે પહેલાં જ તેની આંતરિક સિસ્ટમ્સ દ્વારા શોધી કાઢીને પ્રતિબંધિત કરી દીધા હતા. આ દર્શાવે છે કે વોટ્સએપ હવે અઈં-આધારિત સિસ્ટમ્સ પર વધુ નિર્ભર છે જે દુરુપયોગને અગાઉથી જ ઓળખી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement