ભારતમાં વોટ્સએપ પર પ્રતિબંધ લાગવાના એંધાણ
યુઝર્સનો ડેટા પોતાની પેરેન્ટ કંપની સાથે શેર કરવા મામલે CCIની તપાસ
વ્હોટ્સએપ માટે ભારતમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે. મેટાની સ્વામિત્વ વાળા પ્લેટફોર્મને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 2021માં આવેલી પ્રાઈવસી પોલિસીથી આ વિવાદ જોડાયેલો છે. 2021માં કંપનીએ વોટ્સએપ યુઝર્સના ડેટાને પોતાની પેરેન્ટ કંપની મેટાની સાથે શેર કરવાની પરમિશન આપી દીધી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ મેટાની સાથે યુઝર્સનો ડેટા શેર કરીને તેમની પ્રાઈવસીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સાથે જ વ્હોટ્સએપ ભારતના આઈટી કાયદાનું પણ પાલન નથી કરી રહ્યું. ભારતમાં વ્હોટ્સએપના સામે છેલ્લા થોડા સમયથી તપાસ થઈ રહી છે. તેની તપાસ પ્રતિસ્પર્ધા આયોગ (સીસીઆઇ) કરી રહ્યું છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર હવે સીસીઆઈ આ તપાસ પર પોતાનો નિર્ણય આપી શકે છે.
પ્રાઈવસી પોલિસીઓના કારણે વોટ્સએપના સામે ટૂંક સમયમાં જ આદેશ જાહેર કરવામાં આવશે. સીસીઆઈ તેના પર સંપૂર્ણ મામલા પર ટૂંક સમયમાં જ નિર્ણય કરી શકે છે. તેનો રિપોર્ટ લગભગ પુરો તૈયાર કરી લેવામાં આવ્યો છે.પહેલા ડાયરેક્ટર જનરલ ઓફ ઈન્ક્વાયરીએ વોટ્સએપને લઈને કહ્યું કે કંપની બજારમાં પોતાની હાજરીનો ખોટી રીતે ફાયદો ઉઠાવી રહ્યા છે. ડીજીએ કહ્યું મેટા ખોટી નીતિઓને અપનાવીને મોનોપોલી સેટ કરી રહ્યું છે. ડીજીએ સીસીઆઈને સોંપેલી રિપોર્ટમાં ઘણી બીજી વસ્તુઓનો ઉલ્લેખ કર્યો હતો.