રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વોટ્સએપ બિઝનેસ મેસેજના હવે ચૂકવવા પડશે 2.3 રૂપિયા

11:38 AM Mar 29, 2024 IST | Bhumika
Advertisement

સામાન્ય યુઝર્સને મફત મેસેજની સુવિધા યથાવત રહેશે

Advertisement

આજના સમયમાં WhatsApp સૌથી મોટું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ બની ગયું છે. કંપનીના હાલમાં 2 અબજથી વધુ યુઝર્સ છે. તેનો ઉપયોગ માત્ર સંદેશા માટે જ નહીં પરંતુ વોઇસ કોલિંગ, વીડિયો કોલિંગ, દસ્તાવેજ શેરિંગ જેવા કાર્યો માટે પણ થાય છે. જો તમે પણ WhatsAppનો ઉપયોગ કરો એક મોટું અપડેટ છે. વોટ્સએપ પર મેસેજ મોકલવા માટે 2 રૂૂપિયાથી વધુનો ચાર્જ લેવામાં આવશે. મેટા-માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે નવી કેટેગરી શરૂૂ કરી છે. WhatsAppની આ શ્રેણી આંતરરાષ્ટ્રીય વન-ટાઇમ પાસવર્ડ (ઘઝઙ) છે.

વોટ્સએપની આ શ્રેણી દ્વારા ભારતમાં બિઝનેસ મેસેજ મોકલવાની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. તેનાથી કંપનીની આવક વધારવામાં ઘણી મદદ મળી શકે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીએ ઇન્ટરનેશનલ મેસેજ મોકલવાની કિંમતમાં લગભગ 20 ગણો વધારો કર્યો છે. જણાવી દઈએ કે વોટ્સએપે બિઝનેસ મેસેજની કિંમતમાં વધારો કર્યો છે, પરંતુ બીજી તરફ સામાન્ય યુઝર્સ પહેલાની જેમ ફ્રીમાં જખજ મોકલી શકશે. વોટ્સએપની નવી ઈન્ટરનેશનલ મેસેજ કેટેગરીમાં યુઝર્સને હવે પ્રતિ મેસેજ 2.3 રૂૂપિયા ચૂકવવા પડશે.

WhatsApp જખજ માટેનો આ ચાર્જ 1 જૂનથી લાગુ થશે. એવું માનવામાં આવે છે કે આની સીધી અસર ભારત અને ઇન્ડોનેશિયાના બિઝનેસ પર પડશે. વોટ્સએપના આ નિર્ણયથી માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વિશ્વની અગ્રણી કંપનીઓના કોમ્યુનિકેશન બજેટને પણ અસર થશે. સામાન્ય ઈન્ટરનેશનલ વેરિફિકેશન ઘણું મોંઘું હોય છે અને જો કોઈ યૂઝર વોટ્સએપ દ્વારા વેરિફિકેશન કરે છે તો ચાર્જ ઓછો લાગશે. પરંતુ હવે કંપનીએ WhatsApp વેરિફિકેશન પણ મોંઘુ કરી દીધું છે.

અત્યાર સુધી ટેલિકોમ કંપનીઓ સ્થાનિક બિઝનેસ એસએમએસ મોકલવા માટે પ્રતિ જખજ 0.12 પૈસા ચાર્જ કરતી હતી, જ્યારે બીજી તરફ, આંતરરાષ્ટ્રીય કિંમત 4.13 રૂૂપિયા પ્રતિ જખજ હતી, જ્યારે જો વપરાશકર્તા WhatsAppનો ઉપયોગ કરે છે, તો અત્યાર સુધી માત્ર પ્રતિ જખજ માટે 0.11 પૈસા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે તમારે WhatsApp પર પણ 2.3 રૂૂપિયા ચૂકવવા પડશે.

Tags :
business WhatsAppindiaindia newsWhatsAppWhatsApp business messages
Advertisement
Next Article
Advertisement