રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વર્ટિગો એટલે શું? જાણો તેના લક્ષણો અને ઉપાય

11:57 AM Nov 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ચક્કર આવવા કે પછી માથુ ઘુમવું આ એક સામાન્ય સમસ્યા છે. જે લગભગ દરેકને ક્યારેકને ક્યારેક તો થાય જ છે. અથવા થતી હોય છે. પરંતુ જો તમને વારંવાર ચક્કર આવે છે તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે આ એક ગંભીર બિમારીનું લક્ષણ હોઈ શકે છે.

આપણા શરીર ની બેલેન્સ મીકેનીઝમ મુખ્યત્વે બે સ્થળે થી ઓપરેટ થાય છે.એક તો આપણા કાન ના અંદર ના ભાગથી અને બીજું બ્રેઈન ના સેરેબેલમ કરી ને એક ભાગથી એટલે સાદી ભાષા માં કહું તો આપણા નાના મગજ થી થાય છે.

એટલે કાનની તકલીફ ને કારણે ચક્કર આવે છે કે મગજ ની કોઈ તકલીફ ને કારણે એના આધારે ચક્કર ને બે ભાગ માં વિભાજીત કરાય છે.

મધ્ય કાનમા સોજો આવે એટલે ત્યાં રહેલા ત્રણ હાડકા હોય છે જેની પર શરીરનું બેલેન્સ રાખવાની જવાબદારી છે તેમાં ગરબડ થાય અને ચક્કર આવે

શરીરનું સમતોલપણું જળવાય નહીં તેને પવર્ટીગોથ કહેવાય.શરીરની કોઈપણ પરિસ્થિતિમાં સુતા હો, બેઠા હો, ચાલતા હો, ઊભા હો ત્યારે શરીરનું સમતોલપણું જળવાય નહીં ત્યારે તમને ચક્કર આવે, તમારી આજુબાજુની વસ્તુઓ ફરતી દેખાય થોડા વખત પછી આ જતું પણ રહે. ચાલતા હો કે ઊભા હો તો બેસી જવું પડે. આને ‘વર્ટીગો’ કહેવાય આને સામાન્ય ભાષામાં ‘મગજ ખાલી થઇ ગયું’, ‘અંધારા આવ્યા’, ‘તમ્મર આવ્યા’ ‘ચક્કર આવ્યા’, ‘ગોળ ગોળ ફરતું હોય તેવું લાગવું’, ‘હમણાં પડી જવાશે એવું લાગવું’ આવી બધી રીતે ઓળખાય.

વર્ટિગો ઉદ્દભવવાનાં અન્ય કારણોમાં સ્ટ્રેસ, તાણ, ચિંતા, તમાકુ-આલ્કોહોલનો અતિરેક, ગેસનું ઊર્ધ્વગમન, દવાઓની આડઅસર, અપૂરતું પોષણ, નબળાઇ, માઇગ્રેન, હાઇ બી.પી. કે લો-બ્લડસુગરનો સમાવેશ થઇ શકે. વ્યક્તિને ઘણી વખત પોતે જમીન તરફ ખેંચાતો હોવાની અનુભૂતિ થાય છે. સાથોસાથ ઊલટી-ઊબકા, પેટમાં લોચા વળે અને માથું ભારે લાગતું હોવાની ફરિયાદ જોવા મળે છે. આ સમયે આંખો બંધ કરવાથી રાહત મળે છે પરંતુ આંખો ખોલ્યાં પછી ફરીથી ચક્કર આવવાનું ચાલુ થઇ જાય છે.

વર્ટિગોના વારંવારના હુમલાથી વ્યક્તિને તાણ-હતાશા, આત્મવિશ્વાસનો અભાવ, યાદશક્તિ, એકાગ્રતા અને વિચારશક્તિ ઉપર વપિરીત અસર થાય છે.

વર્ટિગોના હુમલા સમયે અચાનક જ આંચકાથી શારીરિક સ્થિતિમાં ફેરફાર ન કરવો, અવાજનો ટોન ધીમો રાખવો, કસરત કરવી જેથી મગજને પૂરતું લોહી મળતું રહે. સૂતી વખતે મસ્તક નીચે ઓશીકું ન રાખવું, આહારમાં નમકનું પ્રમાણ ઘટાડવું, હકારાત્મક વિચારસરણી રાખી તાણ અને ટેન્શનથી દૂર રહેવું.

વર્ટિગોથી પીડાતા વ્યક્તિને ચક્કર આવવાની સાથે-સાથે વોમિટિંગ થવી, સંભળાવવાનું ઓછું થઈ જવું અને બોડીનું બેલેન્સ ન રહેવું જેવી સમસ્યાઓ થાય છે. માઇગ્રેન, માથામાં ઇજા થવી, નર્વસ સિસ્ટમ અને મગજમાં પરેશાની થવી, દવાઓની આડઅસર જેવા અનેક કારણો વર્ટિગો માટે જવાબદાર છે. વર્ટિગોને ઠીક કરવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયો કરી શકો છો.

Tags :
HealthHealth tipsLIFESTYLELIFESTYLE newsVertigo
Advertisement
Next Article
Advertisement