રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોદી-શાહને કલમ 370 મુદ્દે કોઈની સલાહની શું જરૂર?

01:17 PM Feb 22, 2024 IST | Bhumika
Advertisement

જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની વાતો ચાલી રહી છે. સાથે સાથે ભાજપ અબ્દુલ્લા પરિવારની બાપીકી પેઢી જેવી નેશનલ કોન્ફરન્સ સાથે જોડાણ કરશે એવી વાતો પણ ચાલી રહી છે. આ વાતો વચ્ચે અચાનક જ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે એક ટીવી ચેનલને આપેલાં ઇન્ટરવ્યૂમાં અબ્દુલ્લા પરિવાર પર શાબ્દિક હુમલો કરી નાંખ્યો.આઝાદનો દાવો છે કે, કહ્યું કે નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લા બંનેને જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 હટાવવામાં આવશે તેની પહેલાંથી જ ખબર હતી. ઉમર અને ફારુકે કલમ 370 હટાવાઈ એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સીક્રેટ મીટિંગ કરી હતી.

Advertisement

 

તેમણે જ સરકારને સલાહ આપી હતી કે, અમને નજરકેદ કરવામાં આવે કે જેથી તેમણે કલમ 370 હટાવવા અંગે પ્રજાને કોઈ જવાબ આપવા પડે નહીં.આઝાદે અબ્દુલ્લા પરિવારના આ બંને નેતાના ચાવવાના અને બતાવવાના જુદા જુદા હોવાનો દાવો કરીને કહ્યું કે, આ બંને નેતા શ્રીનગરમાં કઇંક અલગ વાત કરે છે અને દિલ્હીમાં અલગ દાવા કરે છે. બંને જ ખૂબ જ ચાલાકીથી પોલિટિકલ ગેઈમ રમે છે અને લોકોને બેવકૂફ બનાવે છે. આ લોકો કાશ્મીરમાં કટ્ટરવાદી મુસ્લિમોને પંપાળે છે અને હિંદુઓને બેવકૂફ બનાવવા માટે મંદિરોમાં જવાનું નાટક પણ કરે છે.આઝાદના દાવાઓ સામે ઉમર અબ્દુલ્લાએ પણ એ જ ભાષામાં જવાબ આપીને કહ્યું છે કે, કલમ 370 હટાવ્યા પછી મારા પિતાને સરકારી બંગલામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા જ્યારે ગુલામ નબી આઝાદ એકમાત્ર એવા નેતા હતા જેમને બંગલો ખાલી નહોતો કરાવાયો. અમે તો બંને આઠ મહિનાથી નજરકેદ હતા જ્યારે તમે એકમાત્ર એવા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા કે જેમને કલમ 370 નાબૂદ કરાયા પછી પણ નજરકેદ નહતા કરાયા.ઉમરે તો ત્યા લગી કહ્યું છે કે, આ જ ગુલામ નબી આઝાદ 2015 સુધી અમને રાજ્યસભાની બેઠકો માટે આજીજી કરતા હતા. ગુલામ નબી આઝાદને રાજ્યસભાની બેઠક આપવા કોઈ રાજ્ય તૈયાર નહોતું ત્યારે મેં જ તેમને રાજ્યસભાની બેઠક અપાવી હતી પણ આજે તેઓ અમારી વિરુદ્ધ બોલીને અમારી ઈમેજ ખરાબ કરવા માગે છે. રાજ્યસભામાં મોદી તમારા માટે આંસુ વહાવે છે અને અમારી ટીકા કરે છે. પદ્મ અવોર્ડ માટે તમે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો અને હવે અમને ભાજપના ચમચા ગણાવો છો. ઉમરે કટાક્ષ પણ કર્યો છે કે, આઝાદ કોણ છે અને ગુલામ કોણ છે એ તો સમય જણાવશે અને લોકો નક્કી કરશે પણ ગુલામ નબી આઝાદે મોદી અને શાહના ઘરે બેઠેલા તેમના એજન્ટોનાં નામ જાહેર કરવાં જોઈએ.

Tags :
Article 370indiaindia newsnarendra modi
Advertisement
Next Article
Advertisement