ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારતના 1% ધનિકોની સંપત્તિમાં 62%નો વધારો

11:37 AM Nov 05, 2025 IST | admin
Advertisement

41% હિસ્સા ઉપર વિશ્ર્વના 1% લોકોનો કબજો, આર્થિક અસમાનતા વિશ્ર્વ માટે ખતરારૂપ

Advertisement

જી-20ની દક્ષિણ આફ્રિકાની પ્રેસિડેન્સી દ્વારા શરૂૂ કરાયેલા એક અહેવાલ મુજબ, વર્ષ 2000 થી 2023 ની વચ્ચે ભારતના સૌથી ધનિક 1% લોકોની સંપત્તિમાં 62% નો જબરજસ્ત વધારો થયો છે. નોબેલ પુરસ્કાર વિજેતા જોસેફ સ્ટિગ્લિટ્ઝની આગેવાની હેઠળના આ અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે વૈશ્વિક અસમાનતા કટોકટીના સ્તરે પહોંચી ગઈ છે, જે લોકશાહી, આર્થિક સ્થિરતા અને આબોહવા પરિવર્તન સંબંધિત પ્રગતિ માટે જોખમ ઊભું કરે છે.

વૈશ્વિક સ્તરે, 2000 થી 2024 દરમિયાન સર્જાયેલી તમામ નવી સંપત્તિનો 41% હિસ્સો વિશ્વના ટોચના 1% લોકોએ કબજે કર્યો છે, જ્યારે માનવતાના નીચેના અડધા ભાગને માત્ર 1% સંપત્તિ મળી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2000 થી 2023 ની વચ્ચે, ભારતમાં ટોચના 1% લોકોએ સંપત્તિમાં પોતાનો હિસ્સો 62% વધાર્યો છે; આ આંકડો ચીનમાં 54% છે. આ ઉપરાંત, આ જ સમયગાળામાં વિશ્વના 74% વસ્તી ધરાવતા અડધાથી વધુ દેશોમાં સૌથી ધનિક 1% લોકોએ તેમની સંપત્તિનો હિસ્સો વધાર્યો છે.

અસમાનતા એક પસંદગી છે અને રાજકીય ઈચ્છાશક્તિ દ્વારા તેને ઉલટાવી શકાય છે. રિપોર્ટમાં એ પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે 2020 થી વૈશ્વિક ગરીબી ઘટાડવાની ગતિ લગભગ અટકી ગઈ છે અને કેટલાક પ્રદેશોમાં તેમાં ઘટાડો થયો છે. આંકડા દર્શાવે છે કે વૈશ્વિક વસ્તીનો અડધો ભાગ હજી પણ આવશ્યક આરોગ્ય સેવાઓ હેઠળ આવરી લેવાયો નથી, અને 1.3 અબજ લોકો ખિસ્સામાંથી થતા આરોગ્ય ખર્ચને કારણે ગરીબ બન્યા છે.

આ અસમાનતાને મોનિટર કરવા અને નીતિનિર્ધારણને માર્ગદર્શન આપવા માટે આંતરરાષ્ટ્રીય અસમાનતા પેનલ (ઈંઙઈં) ની રચના કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

Tags :
indiaindia newsrichest man
Advertisement
Next Article
Advertisement