રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

"પૈસા નહીં આપો તો કિડની વેચી દઈશું....", યુએસમાં ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીના પિતાને આવ્યો ધમકીભર્યો ફોન

03:14 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

અમેરિકામાં ફરી એક ભારતીય વિદ્યાર્થીના અપહરણની ઘટના સામે આવી છે. અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટીમાં આઈટીનો અભ્યાસ કરી રહેલા 25 વર્ષના અબ્દુલ મહોમ્મદ ગૂમ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીના માતા-પિતાને તેમનો પુત્ર ગુમ થયા બાદ ખંડણીનો ફોન આવ્યો હતો. અપહરણકર્તાએ માત્ર 1200 યુએસ ડોલર એટલે કે માત્ર 99 હજાર રૂપિયાની ખંડણી માંગી છે. ખંડણી માટે ફોન કરનાર અજાણ્યા વ્યક્તિએ તેમને જણાવ્યું કે તેમના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેની કિડની વેચવાની ધમકી આપી હતી.

હૈદરાબાદના 25 વર્ષીય અબ્દુલ મોહમ્મદે ગયા વર્ષે મે મહિનામાં ઓહાયોની ક્લેવલેન્ડ યુનિવર્સિટીમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે ઘર છોડ્યું હતું. પરિવારનો દાવો છે કે તેઓએ 7 માર્ચથી તેમના પુત્ર સાથે વાત કરી નથી. અબ્દુલના પિતા મોહમ્મદ સલીમને ગયા અઠવાડિયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે તેમના પુત્રનું ક્લીવલેન્ડમાં ડ્રગ ડીલરો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. અજાણ્યા કોલરે તેની મુક્તિ માટે $1200ની માંગણી કરી, પરંતુ પૈસા કેવી રીતે મોકલવા તે જણાવ્યું ન હતું.

ફોન કરનારે તો એવુ પણ કહ્યુ હતુ કે, જો તરત પૈસા નહીં મોકલવામાં આવે તો અમે અબ્દુલની કિડની વેચી દઈશું. આ પ્રકારની ધમકી મળ્યા બાદ અમેરિકામાં રહેતા અબ્દુલના સબંધીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હવે અબ્દુલની શોધખોળ શરૂ કરી છે.

ખંડણીનો કોલ મળ્યા બાદ, માતા-પિતાએ યુ.એસ.માં તેના સંબંધીઓને જાણ કરી. જેમણે ક્લેવલેન્ડ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસે જણાવ્યું કે જ્યારે મોહમ્મદ ગુમ થયો ત્યારે તેણે સફેદ ટી-શર્ટ, લાલ જેકેટ અને વાદળી જીન્સ પહેરેલી હતી. તેને શોધવાના પ્રયાસમાં, પરિવારે શિકાગોમાં ભારતીય પરિષદને એક પત્ર પણ લખ્યો છે.

 

Tags :
AmericaAmerica newscrimeindiaindia news
Advertisement
Next Article
Advertisement