મેં આપેલી ગેરંટી પૂરી કરીશું; દેશ માટે લડો, પક્ષ માટે નહીં: વિપક્ષ પર મોદીના પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મોદી 3.0નું પ્રથમ બજેટ (બજેટ 2024) આવતીકાલે 23 જુલાઈના રોજ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કરશે. આ પહેલા સોમવારે સંસદનું બજેટ સત્ર પણ શરૂ થયું અને આ પ્રસંગે પીએમ મોદીએ 24 કલાક પહેલા જ કહ્યું, કેવું રહેશે આવતીકાલે રજુ થનાર સામાન્ય બજેટ, જાણો ક્યાં રહેશે ધ્યાન આવતીકાલે મજબૂત બજેટ જે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષ અમારા માટે ખૂબ જ ખાસ છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ બજેટ સત્ર છે અને દેશવાસીઓને હું જે ગેરંટી આપતો રહ્યો છું તેને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે આપણે આગળ વધવાનું છે. અમૃતકાલનું આ મહત્ત્વનું બજેટ છે, જે પાંચ વર્ષ માટે અમારા કામની દિશા નક્કી કરશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આઝાદીના 100 વર્ષ બાદ ભારત 2047 સુધીમાં વિકસિત થશે.
પીએમ મોદીએ કહ્યું કે તેઓ આપેલી ગેરંટી પૂરી કરશે. ગૃહ દેશ માટે છે, પક્ષ માટે નહીં, તેથી દેશ માટે લડો, પક્ષ માટે નહીં. તેઓએ પીએમ મોદીનો અવાજ અઢી કલાક સુધી દબાવી રાખ્યો હતો. વિપક્ષ સતત નકારાત્મક રાજનીતિ કરી રહ્યો છે. ગૃહ 140 કરોડ દેશવાસીઓ માટે છે. ગયા સત્રમાં લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે આજે સાવનનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂૂ થઈ રહ્યું છે. હું દેશવાસીઓને સાવનનાં પહેલા સોમવારની શુભકામનાઓ પાઠવું છું. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આજે આખા દેશની નજર તેના પર છે. સત્ર સકારાત્મક અને લોકોલક્ષી હોવું જોઈએ અને દેશવાસીઓના સપના પૂરા કરવા જોઈએ.