For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમે એરલાઇન ચલાવી શકતા નથી: ઇન્ડિગો મામલે હસ્તક્ષેપનો ઇન્કાર કરતી સુપ્રીમ

05:30 PM Dec 08, 2025 IST | Bhumika
અમે એરલાઇન ચલાવી શકતા નથી  ઇન્ડિગો મામલે હસ્તક્ષેપનો ઇન્કાર કરતી સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ઇન્ડિગો દ્વારા સેંકડો ફ્લાઇટ્સ રદ કરવાના મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરતી તાત્કાલિક અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે તે એરલાઇન ચલાવી શકતી નથી. ભારત સરકારે પહેલાથી જ આ બાબતની નોંધ લીધી છે અને સમયસર કાર્યવાહી કરી છે.

Advertisement

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે સ્વીકાર્યું કે ફ્લાઇટ રદ થવાને કારણે ઘણા મુસાફરોને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અરજદાર એડવોકેટ નરેન્દ્ર મિશ્રાએ આ મામલે વહેલી સુનાવણીની માંગ કરતી અરજી દાખલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 2,500 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને દેશભરના તમામ મુખ્ય એરપોર્ટને અસર થઈ છે. સુપ્રીમ કોર્ટે જરૂૂર મુજબ હસ્તક્ષેપ કરવો જોઈએ.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement