For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હૈ હમ તૈયાર: 139મા સ્થાપના દિને કોંગ્રેસનો RSSના ગઢમાં શંખનાદ

11:14 AM Dec 28, 2023 IST | Bhumika
હૈ હમ તૈયાર  139મા સ્થાપના દિને કોંગ્રેસનો rssના ગઢમાં શંખનાદ

2014માં મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ચૂંટણી મેદાનમાં તળિયે પહોંચી ગયેલા પક્ષને બેઠો કરવાનો પડકાર

Advertisement

અસ્તિત્વનો જંગ ખેલી રહેલા દેશના સૌથી જુના પક્ષ આજે કોંગ્રેસનો 139મો સ્થાપના દિવસ છે. આ અવસર પર પાર્ટી ગુરુવારે 28 ડિસેમ્બરે નાગપુરમાં એક મેગા રેલીનું આયોજન કરવા જઈ રહી છે. આ સાથે પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂૂઆત ‘હૈ હમ તૈયાર’ થીમ સાથે કરશે. સ્થળનું નામ ‘ભારત જોડો મેદાન’ રાખવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી, 3 મુખ્યમંત્રીઓ, રાજ્ય પાર્ટીના વડાઓ, પદાધિકારીઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓ રેલીમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ ઉપરાંત દેશભરમાંથી પાર્ટી કાર્યકર્તાઓ પણ આ રેલીમાં પહોંચશે.
કોંગ્રેસની મેગા રેલી નાગપુરમાં યોજાઈ રહી છે, જ્યાં RSSનું હેડક્વાર્ટર પણ છે. કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા નાના પટોલેએ કહ્યું- મેગા રેલીમાં 2 લાખથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. નાગપુરના ઐતિહાસિક મહત્વને ટાંકતા તેમણે કહ્યું કે તે અનેક આંદોલનો અને ક્રાંતિનું કેન્દ્ર રહ્યું છે. કોંગ્રેસે નાગપુરમાં અંગ્રેજો સામે અસહકાર આંદોલનની જાહેરાત કરી હતી, જેના કારણે 1947માં ભારતની આઝાદી મળી હતી.

Advertisement

મેગા રેલીમાં મોંઘવારી, વધતી બેરોજગારી જેવા અનેક મુદ્દા ઉઠાવવામાં આવશે. ઉપરાંત, મેગા રેલી પછી, મહારાષ્ટ્રની 48 બેઠકો પર ઈન્ડિયાના સાથી પક્ષો (ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની NCP અને કોંગ્રેસ ઈન્ડિયા ગઠબંધનનો ભાગ છે) વચ્ચે સીટ શેરિંગ પ્લાન પર પણ અંતિમ વાટાઘાટો થઈ શકે છે. 2022માં કોંગ્રેસે દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં 138મા સ્થાપના દિવસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા, રાહુલ અને અન્ય નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં રાહુલ માતા સોનિયાના ગાલ પકડતા દેખાય હતો. બંને હસી રહ્યા હતા.

કોંગ્રેસની સ્થાપના 139 વર્ષ પહેલાં થઈ હતી
28 ડિસેમ્બર 1885ના રોજ, દેશના સૌથી જૂના રાજકીય પક્ષ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (ઈંગઈ)ની સ્થાપના કરવામાં આવી હતી. તેની સ્થાપનાનો શ્રેય બ્રિટિશ અધિકારી એઓ હ્યુમને જાય છે. જો કે, 1912માં હ્યુમના મૃત્યુ પછી, તેમને કોંગ્રેસના સ્થાપક જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના પ્રથમ અધ્યક્ષ કલકત્તા હાઈકોર્ટના બેરિસ્ટર વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા. પાર્ટીનું પ્રથમ અધિવેશન 28 થી 30 ડિસેમ્બર 1885 દરમિયાન બોમ્બે (હવે મુંબઈ)માં બોલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો વિરુદ્ધ અનેક ચળવળોમાં સામેલ હતી. તેણે ગાંધીજીના નેતૃત્વમાં સવિનય આજ્ઞાભંગ ચળવળ અને ભારત છોડો ચળવળમાં પણ ભાગ લીધો હતો. આઝાદી પહેલા, પાર્ટીના 1.5 કરોડથી વધુ સભ્યો અને 7 કરોડથી વધુ સમર્થકો હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement