વાયનાડ ભૂસ્ખલનનો મૃત્યુઆંક 250ને પાર, હજુ 191 લોકો લાપતા
મંગળવારે કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 205 લોકોના મોત થયા છે, જ્યારે 250 લોકો ઘાયલ છે. સેનાનું રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને બુધવારે જણાવ્યું હતું કે વાયનાડના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે, અત્યાર સુધીમાં 144 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 79 પુરુષો અને 64 મહિલાઓનો સમાવેશ થાય છે.જો કે, 191 લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે અને કાટમાળ નીચે ફસાયેલા લોકોની સલામતી અંગે ભય વધી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 1592 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, આવનારા કલાકોમાં ઘણા વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે તેવી અપેક્ષા છે. તે જ સમયે, ભૂસ્ખલનમાં ફસાયેલા 1386 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સાત કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા. 201 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 91ની સારવાર ચાલી રહી છે.
આદિવાસી પરિવારોને સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે, સરકાર અસરગ્રસ્તોને ખોરાક, આશ્રય અને તબીબી સહાય પૂરી પાડે છે.નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના જવાનો, પોલીસ, ત્રણેય સશસ્ત્ર દળો અને સ્થાનિકો સહિત નિષ્ણાતોની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વાયનાડ જિલ્લામાં કુલ 8017 લોકોને હાલમાં 82 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. જેમાં 19 ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે. મેપડીમાં, 421 પરિવારોના 1486 લોકો સાથે 8 કેમ્પ છે. ઈન્ટેલિજન્ટ બરીડ ઓબ્જેક્ટ ડિટેક્શન સિસ્ટમનો ઉપયોગ કરીને કાટમાળ નીચે માનવ હાજરી શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ માટે, નિવૃત્ત મેજર જનરલ ઈન્દ્રબાલનની આગેવાની હેઠળની ટીમની મદદ લેવામાં આવી છે, ગઉછઋની ત્રણ ટીમો હાલમાં બચાવ કાર્યમાં લાગેલી છે. મદ્રાસ રેજિમેન્ટ અને ડિફેન્સ સર્વિસ કોર્પ્સ પણ બચાવ પ્રયાસો હાથ ધરવા માટે ડીંગી બોટ અને રાફ્ટ્સનો ઉપયોગ કરી રહી છે. ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને રાહત અને સહાય પૂરી પાડવા માટે ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી હોવાથી બચાવ કામગીરી વેગ પકડી રહી છે.