પાણી પાકિસ્તાનમાં રોકાયું અને કજીયો ભારતમાં ચાલુ; કશ્મીરની પંજાબને પાણી આપવાની ના!
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સિંધુ પ્રણાલીની ત્રણ પશ્ચિમી નદીઓમાંથી વધારાનું પાણી હરિયાણા, પંજાબ અને રાજસ્થાન તરફ વાળવા માટે ભારત દ્વારા બનાવવામાં આવી રહેલી નહેર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે વિચિત્ર વાત કરી છે કે , હું પંજાબને પાણી કેમ મોકલું? જે દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બંને પ્રદેશો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા વિવાદને ભૂલી શક્યા નથી.તેમણે જણાવ્યુ હતુ કે, હું આ ક્યારેય મંજૂરી આપીશ નહીં. ચાલો આપણે પહેલા આપણા પાણીનો ઉપયોગ કરીએ... જમ્મુમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે.
હું પંજાબને પાણી કેમ મોકલું? સિંધુ જળ સંધિ હેઠળ પંજાબ પાસે પહેલાથી જ પાણી હતું. શું તેમણે અમને જરૂૂર હતી ત્યારે પાણી આપ્યું? પોતાના નિવેદનમા અબ્દુલ્લાએ પઠાણકોટમાં શાહપુર કાંડી બેરેજના નિર્માણ અંગે પંજાબ અને જમ્મુ અને કાશ્મીર સરકારો વચ્ચેના 45 વર્ષ જૂના વિવાદનો ઉલ્લેખ કર્યો. 1979માં હસ્તાક્ષર કરાયેલા બંને પ્રદેશો વચ્ચેના કરારને કેન્દ્રની મધ્યસ્થી પછી 2018માં જ સફળતા મળી. આ બેરેજ રાવી નદીમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને રોકવા માટે છે.55 વર્ષીય મુખ્યમંત્રીએ પ્રસ્તાવિત 113 કિમી લાંબી નહેર પર પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે હાલ માટે પાણી આપણા માટે છે. અમે પહેલા પાણીનો ઉપયોગ કરીશું, અને પછી બીજા વિશે વિચારીશુ અબ્દુલ્લાએ કહ્યું.મે મહિનામા મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકારે સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાન માટે પાણીને ઉત્તરીય રાજ્યો પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં ઉપયોગ માટે વાળવાનો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી અગઈં ના અહેવાલ મુજબ, જળ શક્તિ મંત્રાલય આ નિર્ણયને અમલમાં મૂકવા માટે યુદ્ધના ધોરણે માળખાગત વિકાસ પર કામ કરી રહ્યું છે.