23 લાખની છેતરપિંડી કેસમાં પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે વોરંટ
ભારતના પૂર્વ ક્રિકેટર અને વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા રોબિન ઉથપ્પા સામે છેતરપિંડી કરવાનો અને 23 લાખ રૂૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે. હવે આ મામલે તેની સામે વોરંટ જારી થયું છે. જો કે, અત્યાર સુધીમાં પોલીસને રોબિન ઉથપ્પાના ઘરનું સરનામું મળી શક્યું નથી, જેની કારણે તેની ધરપકડ થઈ શકી નથી.
આ મામલે માહિતી મળી રહી છે કે, આ વોરંટ પીએફ રિજનલ કમિશ્નર શાદકશારી ગોપાલ રેડ્ડીએ જારી કર્યું છે, જેમને પુલાકેશીનગર પોલીસને તરત કાર્યવાહી કરવા માટે કહ્યું છે. રોબિન ઉથપ્પા સેન્ચુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિડેટને મેનેજ કરે છે. તેના પર આરોપ છે કે, તેમને નોકરી કરનારા લોકોના પગારમાંથી પૈસા તો કાપી લીધા, પરંતુ તેમના પીએફ એકાઉન્ટમાં ડિપોજીટ કર્યા નથી. આ મામલો 23 લાખ રૂૂપિયાનો છે.
પીએફ રિજનલ કમિશ્નર શાદકશારી ગોપાલ રેડ્ડીએ 4 ડિસેમ્બરના રોજ પોલીસને ઉથપ્પા સામે વોરંટ જારી કરવા માટે કહ્યું, પરંતુ આ પોલીસ પાસે પાછું આવી ગયું કારણ કે ઉથપ્પાએ તેનું સરનામું બદલી નાખ્યું છે.
અધિકારીઓ હવે તેનું નવું સરનામું શોધવામાં લાગેલા છે.નિયમ પ્રમાણે, જે કંપની તેમના કર્મચારીના પીએફના પૈસા કાપે છે તેમને આ ફંડ તેમના પીએફ એકાઉન્ટમાં પૈસા જમા કરાવવાના હોય છે. જો આવું થતું નથી તો આ કાયદાનો ઉલ્લંઘન અને પૈસાનો દુરુપયોગ માનવામાં આવે છે.