મંદીના ભણકારા? GSTની આવકમાં 1 માસમાં 26000 કરોડનું ગાબડું
ગુજરાતમાં પણ આવક રૂા.276 કરોડ ઘટી, યુ.પી., મધ્યપ્રદેશ, તમિલનાડુમાં પણ 8 ટકા સુધીનો ઘટાડો, મહારાષ્ટ્ર-કર્ણાટક-કેરલમાં આશાસ્પદ ચિત્ર
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી સુધારા બાદનું પ્રથમ પૂર્ણ એક મહિનાનું જીએસટી કલેકશનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અર્થતંત્ર ધીમુ પડવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આ વર્ષમાં પ્રથમ વખત જીએસટી કલેકશનનો ગ્રોથ રેટ 1 ટકાની નીચે ચાલ્યો ગયો છે. આ ઉપરાંત ઓકટોમ્બર મહિનાની સરખામણીમાં દેશનાં જીએસટી કલેકશનમાં 26000 હજાર કરોડ જેટલો ઘટાડો પણ નોંધાયો છે. દેશનું જીએસટી કલેકશન ઓકટોમ્બર મહિનામાં 1.96 લાખ કરોડથી ઘટીને નવેમ્બર મહિનામાં 1.70 લાખ કરોડ થઈ ગયું છે. આ ઉપરાંત ગુજરાતના જીએસટી કલેકશનમાં પણ ઘટાડો જોવા મળતાં આવકમાં રૂા.276 કરોડનું ગાબડુ પડયું છે. દેશના મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળની જીએસટીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ વગેરે રાજ્યોમાં 7 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
નવેમ્બર 2025 માં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની આવક વાર્ષિક ધોરણે માત્ર 0.7% વધીને ₹1.70 લાખ કરોડ નોંધાઈ છે. આ ચાલુ નાણાકીય વર્ષની સૌથી ધીમી વૃદ્ધિ છે, જેનું મુખ્ય કારણ તાજેતરમાં લાગુ કરવામાં આવેલા ટેક્સ રેટમાં ઘટાડો માનવામાં આવે છે.
ઘરેલુ આવકમાં ઘટાડો, ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો આંકડાઓ દર્શાવે છે કે ઘરેલુ વ્યવહારોમાંથી મળતી GST આવકમાં ઘટાડો થયો છે. ઘરેલુ રેવન્યુ વાર્ષિક ધોરણે 2.3% ઘટીને ₹1.24 લાખ કરોડ થઈ છે. બીજી તરફ, આયાત પરના GST કલેક્શનમાં 10.2% નો વધારો જોવા મળ્યો છે, જે ₹45,976 કરોડ રહ્યો છે.
ગુજરાત સહિતના મોટા રાજ્યોમાં નેગેટિવ ગ્રોથ રાજ્યવાર આંકડા જોઈએ તો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યમાં GST કલેક્શનમાં 7% નો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં પ્રીસેટલમેન્ટ જીએસટીની આવક નવેમ્બર 2025માં 3825 કરોડ થઈ હતી. જ્યારે નવેમ્બર 2024માં 4101 કરોડ હતી.
ઘટાડો નોંધાવનાર રાજ્યોમાં ગુજરાત (-7%), ઉત્તર પ્રદેશ (-7%), તમિલનાડુ (-4%), મધ્ય પ્રદેશ (-8%) અને પશ્ચિમ બંગાળ (-3%)નો સમાવેશ થાય છે. વૃદ્ધિ નોંધાવનાર રાજ્યોમાં મહારાષ્ટ્ર (+3%), કર્ણાટક (+5%), કેરળ (+7%) અને અરુણાચલ પ્રદેશ (+33%).નો સમાવેશ થાય છે.
ઓક્ટોમ્બરમાં રેકોર્ડ વેચાણ બાદ કાર-ટુ વ્હીલરનું સેલિંગ ઘટ્યું
ઓક્ટોબરમાં GST ઘટાડા અને તહેવારોની સિઝનના કારણે રેકોર્ડ વેચાણ પછી, સ્થાનિક બજારમાં ઓટોમોબાઈલ વેચાણ નવેમ્બરમાં મહિના-દર-મહિના (મો-મો-મો) ઘટ્યું છે, સોમવારે કંપનીઓ દ્વારા શેર કરાયેલા આંકડા દર્શાવે છે કે વેચાણમાં મોટો ઘટાડો થયો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (MM) જેણે ઓક્ટોબરમાં 71,624 યુનિટનું જથ્થાબંધ વેચાણ (ડીલરોને ડિસ્પેચ) નોંધાવ્યું હતું તે નવેમ્બરમાં 56,336 યુનિટની સરખામણીમાં 21.3 ટકા ઘટીને 26,418 યુનિટ થયું હતું. ટોયોટા કિર્લોસ્કર મોટર એ પણ નવેમ્બરમાં માસિક વેચાણ 34.3 ટકા ઘટીને 26,418 યુનિટ નોંધ્યું હતું, જે આ વર્ષે ઓક્ટોબરમાં 40,257 સ્થાનિક જથ્થાબંધ વેચાણ હતું. ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ, ટીવીએસ મોટરે નવેમ્બરમાં તેના સ્થાનિક જથ્થાબંધ વેચાણમાં 13.2 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો અને તે ઓક્ટોબરમાં 4,21,631 યુનિટ હતો, જેમાંથી 3,65,608 યુનિટ થયો હતો. એ જ રીતે, બજાજ ઓટોએ નવેમ્બરમાં 24 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો અને તે પાછલા મહિનામાં 2,66,470 યુનિટ હતું, જેમાંથી 2,02,510 યુનિટ થયું હતું. જોકે, વાર્ષિક ધોરણે વેચાણની દ્રષ્ટિએ, ખખ સહિત સ્થાનિક જથ્થાબંધ વેચાણમાં વૃદ્ધિ નોંધાવી છે, જે નવેમ્બર 2024 માં 46,222 એકમોની સરખામણીમાં 22 ટકા વધીને 56,336 એકમો પર પહોંચી છે.
રૂપિયો ડોલર સામે ભાંગીને ભુક્કો, 89.85ના નવા તળિયે પહોંચ્યો
આજે ટ્રેડીંગની શરૂઆતમાં જ રૂપિયા તેની ઓલ ટાઈમ નીચેલી સપાટીએ પહોંચી ગયો હતો. યુએસ ડોલર સામે રૂપિયો 22 પૈસા ઘટીને 89.85 બોલાયો હતો. જો કે આરબીઆઈ રૂપિયાને 90 નીચે સરકતો અટકાવવા માટે પુષ્કળ પ્રમાણમાં યુએસ ડોલરનું વેચાણ કરાવી રહી છે. પરંતુ અર્થતંત્રમાં મજબૂતી નહીં દેખાય તો રૂપિયો ટૂંક સમયમાં 90 નીચે સરકી જશે તેવું રોઈટર્સના અહેવાલમાં જણાવાયું હતું.