એક રાષ્ટ્ર, એક ચૂંટણીના નામે ચૂંટણી પંચને વધુ સત્તા આપવા સામે ચેતવણી
પૂર્વ CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેએસ ખેહરે કહ્યું કે પએક રાષ્ટ્ર એક ચૂંટણીથના નામે ચૂંટણી પંચને વધુ પડતી સત્તાઓ આપવી ન જોઈએ. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને પૂર્વ CJI એ સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ બંને બંધારણીય સુધારાઓ અંગે ચેતવણી આપી છે.
JPC બેઠક દરમિયાન, બંને પૂર્વ CJIએ 129મા બંધારણીય સુધારા બિલ 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ 2024 પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને ન્યાયશાસ્ત્રીઓએ કહ્યું કે, નએક રાષ્ટ્ર એક ચૂંટણીથ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન નથી પરંતુ એવું ન થવું જોઈએ કે ચૂંટણી પંચને અમર્યાદિત સત્તાઓ મળે. આ સિવાય તેમણે સંસદીય પ્રણાલીની સફર વિશે પણ વાત કરી. ન્યાયાધીશોએ કહ્યું કે, આ સમગ્ર પ્રણાલી સંતુલિત રહેવી જોઈએ. સુશાસન માટે પાંચ વર્ષનો કાર્યકાળ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. કોઈપણ સંજોગોમાં કાર્યકાળ ઘટાડવો યોગ્ય નથી.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, જો કોઈ સરકારનો કાર્યકાળ એક વર્ષ કે તેથી ઓછો બાકી રહે તો તેને કંઈ કરવાની તક નહીં મળે. તે જ સમયે, ચૂંટણીના છ મહિના પહેલા આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, સરકારોને કામ કરવા માટે પૂરતો સમય મળે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ.
સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે, જ્યાં સુધી ચૂંટણી પંચનો સવાલ છે, જ્યાં પણ સુધારાની જરૂૂર હશે અમે કરીશું. દેશહિતમાં જરૂૂરી ભલામણોને ધ્યાને રાખીને બદલાવ કર્યા બાદ જ સંસદને રિપોર્ટ સોંપવામાં આવશે. રાષ્ટ્ર નિર્માણ માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી ખૂબ જરૂૂરી છે.