લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ, વિપક્ષોએ ગૃહમાં મચાવ્યો હંગામો, જુઓ LIVE
આજે લોકસભામાં વક્ફ (સુધારા) બિલ 2024 રજૂ કરવામાં આવ્યું. બીલ રજુ થતાની સાથે જ સત્તા પક્ષ-વિપક્ષ વચ્ચે ચર્ચા શરૂ થઇ . સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ વક્ફ એક્ટ 1995માં સુધારો કરવા માટે વક્ફ (સુધારા) બિલ 2024 અને મુસ્લિમ વક્ફ એક્ટ 1923ને રદ કરવા માટે મુસ્લિમ વક્ફ (રદવા) બિલ 2024 રજૂ કર્યું. કોંગ્રેસના સાંસદ હિબી એડને આ બિલના વિરોધમાં લોકસભામાં નિયમ 72 હેઠળ નોટિસ આપી છે.
લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં વકફ સંશોધન બિલ 2024 રજૂ કર્યું છે. કોંગ્રેસે આનો વિરોધ કર્યો છે. વિપક્ષ વતી કેસી વેણુગોપાલે આના પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ ધર્મ અને બંધારણ દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારો પર હુમલો છે.
વક્ફ બિલ અંગે NDAના સહયોગી ચિરાગ પાસવાનની પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. ચિરાગની પાર્ટીએ કહ્યું કે આ બિલ મુસ્લિમોની વિરુદ્ધ નથી પરંતુ તેને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલાવું જોઇએ.