For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીની 70 બેઠકો પર આજે મતદાન, 9 વાગ્યા સુધીમાં 8.10% થયું વોટીંગ

10:24 AM Feb 05, 2025 IST | Bhumika
દિલ્હીની 70 બેઠકો પર આજે મતદાન  9 વાગ્યા સુધીમાં 8 10  થયું વોટીંગ

Advertisement

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યેથી મતદાન શરૂ થયું. 1.56 કરોડ લોકો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. સવારે 9 વાગ્યા સુધી 8.10% મતદાન થયું છે. શાસક આમ આદમી પાર્ટી (AAP) ત્રીજી વખત સત્તામાં પાછા ફરવા માટે પ્રયત્નશીલ છે, જ્યારે ભાજપ 27 વર્ષ પછી અને કોંગ્રેસ 15 વર્ષ પછી દિલ્હીમાં ફરીથી સત્તા મેળવવા માટે લડી રહી છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન માટે સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 9 વાગ્યા સુધી 8.10 ટકા મતદાન થયું હતું. AIMIMના ઉમેદવાર તાહિર હુસૈનની બેઠક મુસ્તફાબાદ પર 12.43 ટકા મતદાન થયું છે.

Advertisement

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 2025 માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 83,76,173 પુરુષ, 72,36,560 મહિલા અને 1,267 ત્રીજા લિંગના મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે. આ વખતે, 18 વર્ષની ઉંમરના 2,39,905 યુવા મતદારો, જેઓ પહેલી વાર મતદાન કરશે. આ ઉપરાંત, ૮૫ વર્ષથી વધુ ઉંમરના ૧,૦૯,૩૬૮ વરિષ્ઠ નાગરિકો અને ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના ૭૮૩ મતદારો છે, જ્યારે ૭૯,૮૮૫ દિવ્યાંગ (વિકલાંગ) મતદારો છે.

દિવ્યાંગ વ્યક્તિઓ અને ૮૫ વર્ષથી વધુ ઉંમરના મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી. ૪ ફેબ્રુઆરીની સાંજ સુધી, ચૂંટણી પંચની ટીમ વૃદ્ધો અને અપંગ મતદારોના ઘરે જઈને તેમના મત લીધા.

Advertisement
Tags :
Advertisement
Advertisement