For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન: સવારે 9 વાગ્યા સુધી 12.71% થયું વોટિંગ

10:28 AM Nov 20, 2024 IST | Bhumika
ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન  સવારે 9 વાગ્યા સુધી 12 71  થયું વોટિંગ
Advertisement

બીજા તબક્કામાં મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 38 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં તે એક તબક્કામાં કરવામાં આવી રહ્યું છે જ્યારે ઝારખંડમાં તે બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 13 નવેમ્બરે મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે. ઝારખંડમાં ધીમે ધીમે લોકો બાહર આવીને મતદાન કરી રહ્યા છે, 9 વાગ્યા સુધીમાં 12.71% થી વધુ મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે વિવિધ પાર્ટીના નેતાઓ પણ અત્યારથી જ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

ઝારખંડની ચૂંટણીનો બીજો તબક્કો રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન, તેમના પત્ની કલ્પના સોરેન અને વિપક્ષી નેતા અમર કુમાર બૌરી (BJP) ઉપરાંત અન્ય 500 થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. 14,218 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે અને 31 બૂથ સિવાય સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. આ 31 બૂથ પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે. ચૂંટણી પ્રચાર દરમિયાન, એનડીએએ બાંગ્લાદેશથી કથિત ઘૂસણખોરી અને જામીન પર બહાર છે તેવા મુખ્યમંત્રી સહિતના નેતાઓના ભ્રષ્ટાચારને લઈને જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધન પર પ્રહારો કર્યા છે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.

Advertisement

5 રાજ્યોમાં 15 બેઠકો પર પેટાચૂંટણી

આ ઉપરાંત 5 રાજ્યોની 15 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે પણ આજે મતદાન થશે. આ 15 બેઠકોમાંથી 13 બેઠકો ધારાસભ્યો સાંસદ બન્યા બાદ ખાલી પડી છે જ્યારે એક બેઠક નેતાના અવસાન બાદ ખાલી પડી છે અને એક બેઠક એક નેતા જેલમાં જતાં ખાલી પડી છે. આ 15 બેઠકોમાંથી 9 ઉત્તર પ્રદેશની છે જ્યાં મતદાન થશે

Advertisement
Tags :
Advertisement
Advertisement