For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારમાં કાલે પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન

06:03 PM Nov 05, 2025 IST | admin
બિહારમાં કાલે પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન

જે.પી. નડ્ડા અને પ્રિયંકા ગાંધીની વિવિધ વિસ્તારોમાં જનસભા

Advertisement

બિહાર વિધાનસભા ચૂંટણી 2025નો રાજકીય માહોલ હવે બીજા તબક્કા તરફ વળી ગયો છે. પ્રથમ તબક્કાની 121 બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર મંગળવારે સાંજે 6 વાગ્યે સમાપ્ત થઈ ગયો છે, અને હવે ગુરુવારે, 6 નવેમ્બરે મતદાન યોજાશે.

આ પ્રથમ તબક્કો અનેક રાજકીય દિગ્ગજો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે રાજ્યના બંને નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાની સાથે સાથે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવ (રાઘોપુર) સહિત કુલ 14 મંત્રીઓનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.

Advertisement

પ્રથમ તબક્કાનો પ્રચાર થમતાની સાથે જ હવે રાજકીય પક્ષોએ 11 નવેમ્બરે યોજાનાર બીજા અને અંતિમ તબક્કાના 122 બેઠકો માટેના મતદાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ જ કારણ છે કે બુધવારે (5 નવેમ્બર) બંને મુખ્ય ગઠબંધનના મોટા નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશે. ગઉઅ તરફથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે બિહારના વિવિધ વિસ્તારોમાં જનસભાઓ યોજીને મતદારોમાં ઉત્સાહ ભર્યો હતો. બીજી તરફ, મહાગઠબંધન તરફથી કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાડ્રા આજે સંપૂર્ણ જોશ સાથે પ્રચારમાં પ્રવેશ કર્યો છે.

સંજય કુમાર સિંહનું પાર્ટીમાં સ્વાગત કરતા, ભાજપના ઉમેદવાર કુમાર પ્રણયે કહ્યું, નસ્ત્રતેમના જોડાવાથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે, અને મુંગેરમાં ગઉઅનો વિજય નિશ્ચિત છે.સ્ત્રસ્ત્ર દરમિયાન, રાજકીય વર્તુળોમાં આ ઘટનાક્રમ અંગે ચર્ચા ચાલી રહી છે. ચૂંટણી પહેલા આ ફેરબદલને ભાજપ માટે નસ્ત્રમોટો ચૂંટણી લાભસ્ત્રસ્ત્ર માનવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસને આશા છે કે પ્રિયંકા ગાંધીની હાજરીથી મહિલાઓ અને યુવા મતદારોને આકર્ષવામાં મદદ મળશે અને બીજા તબક્કા માટે ગઠબંધનને મજબૂતી મળશે. બિહારમાં હવે આગામી થોડા દિવસો અંતિમ ચરણના મહત્ત્વપૂર્ણ જંગ માટે નિર્ણાયક સાબિત થશે.

પ્રશાંત કિશોરને ઝટકો, જન સૂરજના ઉમેદવાર ભાજપમાં
બિહાર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા, મુંગેર વિધાનસભા મતવિસ્તારમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી. જન સૂરજ પાર્ટીના ઉમેદવાર સંજય કુમાર સિંહ બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એનડીએ ઉમેદવાર કુમાર પ્રણયની હાજરીમાં સંજય કુમાર સિંહ ભાજપમાં જોડાયા. તેમના આ પગલાથી મુંગેરમાં ચૂંટણી ગતિશીલતામાં નોંધપાત્ર ફેરફાર થવાની ધારણા છે. સૂત્રો અનુસાર, સંજય સિંહે પણ જાહેરાત કરી છે કે તેઓ ભાજપના ઉમેદવાર કુમાર પ્રણયને સક્રિયપણે ટેકો આપશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement