ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન

11:03 AM Nov 20, 2024 IST | Bhumika
Advertisement

ચાર રાજ્યની વિધાનસભાની 15 અને નાંદેડ લોકસભાની પણ ચૂંટણી

Advertisement

મહારાષ્ટ્રની 288 બેઠકોના 4136, ઝારખંડમાં 38 બેઠકોના 528 ઉમેદવારોનું ભાવિ ઘડાશે

મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 અને ઝારખંડની બીજા તબક્કાની બાકીની 38 બેઠકો તેમજ ઉતરપ્રદેશની 9, પંજાબની ચાર અને કેરલ, ઉતરાખંડ વિધાનસભાની એક-એક બેઠકની પેટાચુંટણી માટે આજે ઉત્સાહભેર મતદાન થયું છે. આ ઉપરાંત નાંદેડ લોકસભા બેઠકની પેટાચુંટણી માટે પણ મતદાન થયું છે. સવારે 9 વાગ્યા સુધીમાં રાજયમાં 6.61 ટકા અને ઝારખંડની બીજા તબક્કાની 38 બેઠકો માટે સવારના પ્રથમ બે કલાકમાં 12.71 ટકા મતદાન થયું હતું.

રાષ્ટ્રીય રાજકારણની દ્રષ્ટીએ મહારાષ્ટ્ર મોટું રાજય હોવાના કારણે તેની વિધાનસભાની ચુંટણીનો જંગ ભાજપ ગઠબંધન તેમજ વિપક્ષી મોરચા માટે પ્રતિષ્ઠાભર્યો બન્યો છે. લોકસભાની ચુંટણી પછી બન્ને છાવણીઓ માટે લોકપ્રિયતાની કસોટી છે. મહારાષ્ટ્રમાં આજ સવારથી શરૂ થયેલા મતદાનમાં આરએસએસના વડા મોહન ભાગવત, દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, અક્ષયકુમાર અને રાજકુમાર રાવ સહીતના ફિલ્મ સિતારાઓ તેમજ જુદાજુદા પક્ષોના નેતાઓ વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. આ ચુંટણીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉધ્ધવ ઠાકરે જુથના આદિત્ય ઠાકરે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે તેમજ એનસીપીના નેતા અજીત પવારનું ભાવી પણ દાવ પર છે.

મહારાષ્ટ્રમાં કુલ 4,136 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 2,086 અપક્ષ ઉમેદવારો છે. ભાજપ 149 સીટો પર, શિવસેના 81 અને એનસીપી 59 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી રહી છે.કોંગ્રેસે 101, શિવસેના (યુબીટી) 95 અને એનસીપી (એસપી) 86 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. બસપા 237 સીટો પર ચૂંટણી લડી રહી છે. અન્ય નાના પક્ષો પણ મેદાનમાં છે. રાજ્યમાં અંદાજે 9.70 કરોડ મતદારો છે. મતદાન મથકો પર 2 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

બીજી તરફ ઝારખંડમાં મતદાતાઓ આજે તેમની 2024 વિધાનસભા ચૂંટણીઓ છે. આ તબક્કામાં કુલ 528 ઉમેદવારો 38 બેઠકો માટે ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 55 મહિલાઓ, એક તૃતીય-લિંગ ઉમેદવાર અને 472 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

ઝારખંડમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીનો આ બીજો અને અંતિમ તબક્કો છે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરે 81માંથી 43 વિધાનસભા બેઠકો માટે થયું હતું. મુખ્ય ઉમેદવારોમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને તેમની ભાભી સીતા સોરેનનો સમાવેશ થાય છે.
બીજા તબક્કાના મુખ્ય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં ભૂતપૂર્વ ઈખ બાબુલાલ મરાંડી, વિધાનસભાના અધ્યક્ષ રવિન્દ્ર નાથ મહતો (જેએમએમ), એજેએસયુ પાર્ટીના વડા સુદેશ મહતો અને વિપક્ષના નેતા અમર કુમાર બૌરીનો સમાવેશ થાય છે.

દરમિયાન હાલ વિદેશ પ્રવાસે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે.તેમણે મહારાષ્ટ્રના મતદારોને મરાઠીમાં અપીલ કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાનો અને મહિલાઓને સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરતાં તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ અપીલ કરી હતી. તમારો દરેક મત રાજ્યની તાકાત છે.

ઝારખંડમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, આજે ઝારખંડમાં લોકશાહીના મહાન તહેવારનો બીજો અને છેલ્લો તબક્કો છે. હું તમામ મતદારોને તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આ પ્રસંગે હું મારા તમામ યુવા સાથીઓને ખાસ અભિનંદન આપું છું. જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.

યુપીમાં 9 બેઠકની પેટાચૂંટણી યોગીનું ભાવિ નક્કી કરશે

ઉતરપ્રદેશમાં ભાજપને લોકસભાની ચુંટણીમાં મોટો ફટકો પડયા બાદ આજે રાજયની ધારાસભાની 9 બેઠકોની પેટા ચુંટણી યોજાઇ રહી છે તેમાં ભાજપ અને ખાસ કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. ભાજપ સામે ઇન્ડીયા ગઠબંધન મોટો પડકાર છે ત્યારે 9 બેઠકોની આ પેટા ચુંટણીઓ યોગીનું ભાવી નક્કી કરશે તેવું મનાય છે.

Tags :
indiaindia newsMaharashtra Assembly electionsMaharashtra-Jharkhand Assembly ElectionsVoting
Advertisement
Next Article
Advertisement