અમરનાથ યાત્રા પહેલાં બાબા બર્ફાનીના દર્શન
બે મહિના અગાઉ પંજાબના ભક્તોએ દર્શન કરી તસવીર લીધી: પહેલગામ હુમલા છતાં 3.60 લાખ ભાવિકોનું રજિસ્ટ્રેશન
લોકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવ્યો છે. બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. અમરનાથ યાત્રાની સત્તાવાર શરૂૂઆત થવામાં હજુ લગભગ 2 મહિના બાકી હોવા છતાં કેટલાક શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફા સુધી પહોંચવામાં સફળ થયા છે. તેમણે બાબા અમરનાથ શિવલિંગનો ફોટો લીધો છે. રિપોર્ટ અનુસાર પંજાબનો આ ભક્ત થોડા દિવસો પહેલા ગુફાના દર્શન કરવા ગયો હતો.
જો કે, સત્તાવાર રીતે બોર્ડના કોઈ અધિકારી કે સુરક્ષા કર્મચારી હજુ સુધી ગુફા સુધી પહોંચી શક્યા નથી. આ વર્ષની અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે અને યાત્રા રૂૂટ પર બરફ સાફ કરવાનું કામ શરૂૂ કરી દેવામાં આવ્યું છે.
બાલતાલ અને ચંદનવાડી બન્ને રૂૂટ પરથી બરફ કાપવાનું અને ટ્રેકને પ્રવાસીઓ માટે યોગ્ય બનાવવાનું કામ શરૂૂ કરવામાં આવ્યું છે. જેથી યાત્રા શરૂૂ થાય તે પહેલાં ટ્રેક બનાવવાનું કામ પૂર્ણ કરી શકાય. પરંતુ સમગ્ર રૂૂટ પર ભારે હિમવર્ષાને કારણે આ કામમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નોંધનીય છે કે, પહેલગામ હુમલા પછી પણ અમરનાથ યાત્રા માટે ભક્તોના ઉત્સાહમાં કોઈ ફર્ક પડ્યો નથી. હુમલા પછી પણ રજિસ્ટ્રેશન ચાલુ છે. હાલમાં મળેલી માહિતી અનુસાર યાત્રા માટે 3 લાખ 60 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ સંખ્યા વધુ વધવાની ધારણા છે. આ વર્ષની અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂૂ થઈ રહી છે અને 19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. પહેલગામ હુમલા બાદ અમરનાથ યાત્રા માટે નવી સુરક્ષા યોજના લાગુ કરવામાં આવી રહી છે.
જેથી કોઈ પણ ભક્તને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અહીં દુનિયાભરમાંથી ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આવે છે.