વિરેન્દ્ર સેહવાગના અરેબિક લૂકની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા
ભારતના અનુભવી ક્રિકેટર વિરેન્દર સેહવાગ શનિવારે ત્યારે ચર્ચામાં આવી ગયો, જ્યારે તે ઇન્ટરનેશન લીગ ટી20 (ઈંકઝ20)ની ફાઇનલ દરમિયાન આરબ લૂકમાં નજરે પડ્યો. વિરેન્દર સેહવાગને ખઈં અમીરાત અને દુબઈ કેપિટલ્સ વચ્ચે ફાઇનલ મેચ દરમિયાન શોએબ અખ્તર સાથે એક નવા શોની મેજબાની કરતો નજરે પડ્યો. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ વિરેન્દર સેહવાગને અભૂતપૂર્વ લૂકમાં જોઈને હેરાન રહી ગયા. અનુભવી ખેલાડીઓએ પીચ પર પોતાના બહુમૂલ્ય ઈનપુટ શેર કર્યા અને દર્શકોને ફાઇનલ મેચથી શું આશા કરવી જોઈએ, તેની એક ઝલક પ્રદાન કરી. તેણે શોએબ અખ્તર સાથે વાતચીત દરમિયાન કેટલીક રસપ્રદ વાતો શેર કરી. તો સોશિયલ મીડિયા યુઝર્સ પૂરી રીતે વિરેન્દર સેહવાગના લૂકને લઈને ફેન્સના રીએક્શનનો પૂર આવી ગયો. એક યુઝરે તીખી ટિપ્પણી કરતા લખ્યું કે, તેઓ ઈન્ડિયા નામ હટાવવા માગતા હતા કેમ કે એ આપણો નથી, પરંતુ હવે તેમણે પોતે જ પૈસા માટે તેને અપનાવી લીધો છે. આ તથાકથિત સેલિબ્રિટી પર ક્યારેય ભરોસો ન કરો. તો એક યુઝરે લખ્યું કે, પાખંડ ઉજાગર! વિરેન્દર સેહવાગ ભારતીયોને રાષ્ટ્રવાદ અને દેશભક્તિ બાબતે વ્યાખ્યાન આપે છે અને તે ઞઅઊમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર સાથે કમેન્ટ્રીનો આનંદ લઈ રહ્યો છે. તો એક યુઝરે લખ્યું કે, સેહવાગજી, અરબ પોશાક પહેરીને કોઈ પાકિસ્તાની ખેલાડીની બાજુમાં ઊભું થવાનું કેવું લાગે છે? તમે ભારતીય પોશાક પહેરીને પોતાના રાષ્ટ્રવાદનું પ્રદર્શન કરી શકે છે. તો કેટલાક લોકોએ તેને કારણ વિનાનો મામલો બતાવ્યો. તેમનું કહેવું હતું કે એ માત્ર પોશાક છે, જેનાથી કોઈને કોઈ પરેશાની ન થવી જોઈએ.