ભારતમાં સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ વિરાટ કોહલીના
આજકાલ સોશિયલ મીડિયાની ખુબ બોલબાલા છે. તેમાં પણ ઈન્સ્ટાગ્રામ પર તમામ મોટા સ્ટાર્સની હાજરી છે. ત્યારે ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવનારા સેલેબ્રિટી કોણ છે તે જાણવું જરૂરી છે.
વિરાટ કોહલી: લિસ્ટમાં સૌથી ઉપર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છે. કોહલીને ઇન્સ્ટાગ્રામ પર 270 મિલિયન લોકો ફોલો કરે છે.
શ્રદ્ધા કપૂર: આ લિસ્ટમાં બીજું નામ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું છે. શ્રદ્ધા કપૂરે પ્રિયંકા ચોપરાને પાછળ છોડીને સોશિયલ મીડિયા પર પોતાનો ડંકો વગાડ્યો છે. શ્રદ્ધા કપૂરને ઈન્સ્ટાગ્રામ પર 94.3 મિલિયન લોકો ફોલો કરે છે. અભિનેત્રી છેલ્લે ફિલ્મ સ્ત્રી 2માં જોવા મળી હતી.
પ્રિયંકા ચોપરા: બોલિવૂડથી હોલિવૂડ પહોંચેલી પ્રિયંકા ચોપરા આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. પ્રિયંકા ચોપરાને ઈન્સ્ટાગ્રામ પર 92 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. તેના ફેન ભારતથી લઈને અમેરિકા સુધી છે.
નરેન્દ્ર મોદી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. ઈન્સ્ટાગ્રામ પર 92.2 મિલિયન લોકો તેને ફોલો કરે છે. જો કે તેમના પર ફેક ફોલોઅર્સનો પણ આરોપ લાગે છે.
આલિયા ભટ્ટ: બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી આલિયા ભટ્ટ આ યાદીમાં પાંચમા નંબરે છે. અભિનેત્રીને 86.1 મિલિયન લોકો ફોલો કરે છે. તેની ક્યુટનેસના લોકો દિવાના છે.