For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિરાટ કોહલી 100મી અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય

01:22 PM Mar 26, 2024 IST | Bhumika
વિરાટ કોહલી 100મી અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય

વિરાટ કોહલીએ તેની ટી20 કારકિર્દીની 100મી અડધી સદી ફટકારી છે. આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે રમાઈ રહેલી મેચમાં તેણે આ આંકડાને સ્પર્શ કર્યો હતો. કોહલી ટી20માં 100 અડધી સદી ફટકારનાર એશિયાનો પ્રથમ ખેલાડી બન્યો છે. કોહલી ટી20માં 100મી વખત 50 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ચેન્નાઈ સામે રમાયેલી મેચમાં કોહલીએ ટી20માં 12,000 રનનો આંકડો પાર કર્યો હતો. હવે કોહલીએ ટી20માં 100મી વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. ચિન્નાસ્વામીમાં પંજાબ સામે રમાઈ રહેલી મેચમાં કોહલીએ આઈપીએલમાં પોતાની 51મી અડધી સદી ફટકારી હતી. આ સિવાય તેણે ટૂર્નામેન્ટમાં 7 સદી પણ ફટકારી છે. કોહલીએ પંજાબ સામે 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પંજાબ સામે રમાઈ રહેલી મેચને બાદ કરતાં કોહલીએ અત્યાર સુધીમાં કુલ 377 ઝ20 મેચ રમી છે. આ મેચોની 360 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 41.14ની એવરેજ અને 133.36ની સ્ટ્રાઇક રેટથી 12015 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 8 સદી અને 91 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 122 રન છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement