વિરાટ-અનુષ્કાએ સંત પ્રેમાનંદના આશીર્વાદ લીધા
છેલ્લા કેટલાક વર્ષોમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અનેક ધાર્મિક યાત્રાઓ કરી છે. હાલમાં તે બંને પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજને મળ્યા છે, અગાઉ તેઓએ બાબા નીમ કરૌલીના કૈંચી ધામની પણ મુલાકાત લીધી હતી. તેઓ બીજી વખત પ્રેમાનંદ મહારાજને મળ્યા છે. વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યો હતો. આ દરમિયાન વિરાટે ઘૂંટણિયે પડીને મહારાજને પ્રણામ કર્યા. જ્યારે અનુષ્કા શર્માએ મહારાજને દંડવત વંદન કર્યું હતુ.
વિરાટ અને અનુષ્કા બીજી વખત પ્રેમાનંદ મહારાજના દર્શને ગયા હતા. આ દરમિયાન તેમને વિરાટ અને અનુષ્કાના ખબરઅંતર પૂછ્યા હતા. બાદમાં અનુષ્કાએ કહ્યું હતું કે ગઈ વખતે જ્યારે અમે આવ્યા હતા, ત્યારે અમારા મનમાં કેટલાક પ્રશ્નો હતા જેથી મેં વિચાર્યું હતું કે હું પૂછીશ, પણ ત્યાં બેઠેલા બધાએ તમને કંઈક એવા જ પ્રશ્ન પૂછ્યા હતા. જ્યારે હું તમારી સાથે મનોમન વાત કરી રહી હતી જે સવાલો મારા મનમાં હતા. બીજા દિવસે પણ તમારી એકાંકિત વાતચીત જોતી ત્યારે કોઈ ને કોઈ વ્યક્તિ તે પ્રશ્ન પૂછી લેતા. તમે બસ મને પ્રેમ અને ભક્તિ આપો.