For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાશી મંદિરમાં VIP દર્શન: 21 નકલી પુજારી ઝડપાયા

05:52 PM Jun 11, 2025 IST | Bhumika
કાશી મંદિરમાં vip દર્શન  21 નકલી પુજારી ઝડપાયા

Advertisement

વારાણસીના સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ સાથે નકલી પંડા-પૂજારીઓ દ્વારા છેતરપિંડી અને દુર્વ્યવહારની ઘટનાઓ સતત સામે આવી રહી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ વારાણસી પોલીસે મોટી કાર્યવાહી કરીને 21 નકલી પંડા-પૂજારીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ શ્રદ્ધાળુઓને પસુગમ દર્શનથ અને વીઆઇપી દર્શનનું લાલચ આપીને મોટી રકમ પડાવતા હતા અને અવારનવાર તેમની સાથે દુર્વ્યવહાર પણ કરતા હતા.

મંદિર કોરિડોર બન્યા બાદ કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે, જેના કારણે આવા છેતરપિંડીના કૌભાંડો માટે જમીન તૈયાર થઈ ગઈ હતી. આ ઠગબાજો પોતાને પંડા કે પૂજારી બતાવીને શ્રદ્ધાળુઓને ભ્રમિત કરતા હતા. વેશભૂષા પણ ધારણ કરી હતી, જેના કારણે તેઓ અસલી પૂજારી જેવા લાગતા હતા.આ મામલે દશાશ્વમેધ સર્કલના એસીપી ડો. અતુલ અંજન ત્રિપાઠીના નેતૃત્વમાં દશાશ્વમેધ અને ચોક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન દશાશ્વમેધ વિસ્તારમાંથી 16 અને ચોક વિસ્તારમાંથી 5 નકલી પંડા-પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

એસીપી ડો. અતુલ અંજન ત્રિપાઠીએ જણાવ્યું કે, દશાશ્વમેધ અને ચોક પોલીસ સ્ટેશનની બે ટીમો બનાવીને જ્યારે કાર્યવાહી શરૂૂ કરવામાં આવી ત્યારે દશાશ્વમેધમાંથી 16 અને ચોક વિસ્તારમાંથી 5 ઠગબાજોની ધરપકડ કરવામાં આવી. આ તમામ લોકો મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ પાસેથી સુગમ દર્શનના નામે માત્ર ઠગાઈ અને પૈસાની ઉઘરાણી જ નહોતા કરતા, પરંતુ તેમની સાથે ગેરવર્તન પણ કરતા હતા. ત્રિપાઠીએ ખાતરી આપી કે ભવિષ્યમાં શ્રદ્ધાળુઓ સાથે આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ ટીમ સંપૂર્ણપણે સજ્જ છે અને સતત દેખરેખ રાખવામાં આવશે. આ કાર્યવાહીથી શ્રદ્ધાળુઓમાં રાહતની લાગણી વ્યાપી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement