બંગાળમાં હિંસા, ભાજપ-TMCના કાર્યકર્તાઓ વચ્ચે ભારે પથ્થરમારો
- કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં બઘડાટી, ચૂંટણી પંચે રિપોર્ટ મગાવ્યો
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપ અને રાજ્યની સત્તાધારી પાર્ટી ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ છે. આ અથડામણ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક અને રાજ્ય સરકારના મંત્રી ઉદયન ગુહાની હાજરીમાં થઈ હતી. બંગાળ પોલીસે જણાવ્યું કે મંગળવારે રાત્રે કૂચ બિહાર જિલ્લાના દિનહાટા શહેરમાં તૃણમૂલ કોંગ્રેસ (ઝખઈ) અને ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ) ના સમર્થકો વચ્ચે અથડામણ અને પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા.
તૃણમૂલ કોંગ્રેસના દિનહાટાના ધારાસભ્ય અને મમતા સરકારમાં ઉત્તર બંગાળના વિકાસ મંત્રી ઉદયન ગુહા અને કૂચબિહારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રામાનિકે એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. જો કે, બંને નેતાઓએ સ્વીકાર્યું છે કે જ્યારે અથડામણ થઈ ત્યારે તેઓ ત્યાં હાજર હતા.
લોકસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કર્યા બાદ પશ્ચિમ બંગાળમાં આ પ્રથમ રાજકીય હિંસા છે. રાજ્યમાં આવી હિંસાનો લાંબો રેકોર્ડ છે. ઘણીવાર હરીફ રાજકીય પક્ષોના સમર્થકો એકબીજા સાથે અથડામણ કરે છે. ઘટનાના વિરોધમાં ટીએમસીએ બુધવારે સવારથી દિનહાટામાં 24 કલાકના બંધનું એલાન આપ્યું છે, જ્યારે બીજેપી કાર્યકર્તાઓએ રાજ્ય સરકારના મંત્રી ઉદયન ગુહાની ધરપકડની માંગ સાથે દિનહાટા પોલીસ સ્ટેશનની બહાર આંદોલન શરૂૂ કર્યું છે. ચૂંટણી પંચે આ ઘટના અંગે રિપોર્ટ મંગાવ્યો છે.