ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી, ISF કાર્યકરોની પોલીસ સાથે અથડામણ, અનેક વાહનોમાં આગચંપી

05:54 PM Apr 14, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી છે. બંગાળના ભાંગર વિસ્તારમાં હિંસા થઈ છે. ISF (ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ)ના સમર્થકોને કોલકાતા તરફ કૂચ કરતા અટકાવવામાં આવ્યા ત્યારે પરિસ્થિતિ તંગ બની ગઈ. પોલીસે રસ્તો રોકતા પ્રદર્શનકારીઓ હિંસક બન્યા, ત્યારબાદ પોલીસ અને સમર્થકો વચ્ચે અથડામણ થઈ. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ભીડને વિખેરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો. વીડિયોમાં, એક પોલીસ વાહન ક્ષતિગ્રસ્ત અને અનેક ટુ-વ્હીલર સળગતા જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, વક્ફ સુધારા કાયદાનો વિરોધ કરવા માટે કોલકાતા આવી રહેલા ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF)ના સમર્થકોથી ભરેલી બસોને રસ્તામાં જ રોકવામાં આવી હતી. વક્ફ કાયદા વિરુદ્ધ માલદા, મુર્શિદાબાદ સહિત પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં વ્યાપક હિંસા જોવા મળી છે અને શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

તૃણમૂલ અને ભાજપ સિવાય રાજ્ય વિધાનસભામાં ISF એકમાત્ર પક્ષ છે જેનું પ્રતિનિધિત્વ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે ભાંગરથી કોલકાતાના રામલીલા મેદાન તરફ જતા ISF કાર્યકરોના વાહનોને અટકાવ્યા બાદ તેઓએ બસંતી એક્સપ્રેસવે બ્લોક કરી દીધો હતો.

મુર્શિદાબાદમાં થઈ રહેલી હિંસા અંગે તૃણમૂલ કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે કેટલાક BSF જવાન એવા લોકોને બંગાળમાં પ્રવેશવા આપી રહ્યા છે, જેઓ હિંસા ફેલાવીને પાછા ફરી રહ્યા છે. ભાજપના નેતા દિલીપ ઘોષે પણ આ જ વાત કહી છે. ટીએમસીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો દિલીપ ઘોષ બીએસએફની આ ભૂમિકાથી વાકેફ છે, તો ગૃહ મંત્રાલય (એમએચએ) અને વડા પ્રધાન આથી કેવી રીતે અજાણ હોઈ શકે?

Tags :
indiaindia newspoliceViolencewest bengalWest Bengal news
Advertisement
Next Article
Advertisement