વિજય દેવરકોંડા-રશ્મિકા મંદાનાએ કરી ગુપચુપ સગાઈ!!! લગ્ન 2026માં કરે તેવી ચર્ચા
રશ્મિકા મંડન્ના અને વિજય દેવરકોંડા ગ્લેમર જગતના સૌથી ચર્ચિત સ્ટાર કપલ્સમાંના એક છે. જોકે તેમણે ક્યારેય તેમના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કર્યા નથી. તેઓ ઘણીવાર ઇવેન્ટ્સમાં સાથે હાજરી આપતા જોવા મળે છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને એક્ટર વિજય દેવરકોંડાએ સગાઈ કરી લીધી છે, જોકે એક્ટ્રેસ કે એક્ટર બંનેમાંથી કોઈએ હજુ સુધી સગાઈની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
M9 ન્યૂઝના અહેવાલો અનુસાર રશ્મિકા મંડન્ના અને વિજય દેવરકોંડાએ ગુપ્ત રીતે સગાઈ કરી છે. આ દંપતીએ નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં, કોઈપણ ધામધૂમ વિના, એક ખાનગી સમારોહનું આયોજન કર્યું હતું અને જીવનભર સાથે રહેવાનું વચન આપીને સગાઈની વીંટીઓ બદલી હતી.જોકે બંનેએ ક્યારેય સત્તાવાર રીતે તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી કે જાહેરમાં એના વિશે વાત કરી નથી.
માત્ર આ જ નહીં, પરંતુ રશ્મિકા અને વિજયના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. આ કપલના નજીકનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરે એવી શક્યતા છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે.આ કપલે હજુ સુધી સત્તાવાર રીતે આ વાતની જાહેરાત કરી નથી.
રશ્મિકા મંદાન્ના અને વિજય દેવેરાકોંડાની લવ સ્ટોરી એક ફિલ્મના સેટ પર શરૂ થઈ હતી. તેઓએ સૌપ્રથમ 2018ની ફિલ્મ ગીતા ગોવિંદમમાં સાથે કામ કર્યું હતું, અને તેમની કેમેસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ 2019માં ડિયર કોમરેડમાં સાથે કામ કર્યું હતું. બંને ફિલ્મો પછી રશ્મિકા અને વિજયના ડેટિંગની અફવાઓ સામે આવવા લાગી.