For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જયોતિષને કોરાણે મૂકી હોલિકા દહન કરવા વિજ્ઞાન જાથાની અપીલ

04:55 PM Mar 18, 2024 IST | Bhumika
જયોતિષને કોરાણે મૂકી હોલિકા દહન કરવા વિજ્ઞાન જાથાની અપીલ
  • રાજકોટમાં હોળીનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાગ્ટય કરી ફળકથનોની કરાશે હોળી: હોળીની જાળની દિશા ઉપરથી વરસાદનાં વરતારા કરવા મુર્ખામીનું પ્રદર્શન

આ વર્ષે હોલિકા દહનમાં જ્યોતિષીઓએ ભદ્રાકાલનું આવરણ બતાવી લોકોમાં અસમંજસ ઉભી કરતાં દેશભરમાં ફળકથનો, મુર્હુત, ચોઘડીયાનો ઉલાળીયો કરી ગામે-ગામ પોતાની મરજી મુજબ હોલિકા દહન કરી ઉજવણી કરવા ભારત જન વિજ્ઞાન જાથાએ રાષ્ટ્રવ્યાપી અપીલ કરી છે. રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ જીવનનગર ચોકમાં રવિવાર તા. 24 મી રાત્રિના આઠ કલાકે હોળીનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાગ્ટય કરી મુર્હુત,ભદ્રાકાલ-ભદ્રાવિષ્ટિને હોળીમાં ભસ્મીભૂત કરવાનો કાર્યક્રમ જાહેર કયો છે. 21 મી સદીમાં પ્રથમ વાર હોલિકા દહન મધ્ય રાત્રિએ કરવા સંબંધી જ્યોતિષનું ગતકડું મુકતા લોકોમાં અસમંજસ ઉભી થવાથી ભારત જન વિજ્ઞાન જાથાએ રાષ્ટ્રવ્યાપી લોકચળવળ ઉભી કરી ભદ્રાકાલ-ગ્રહણના ગતકડાને કોરાણે મુકી લોકોએ પોતાની મરજી મુજબ ગામ, મહોલ્લામાં હોલિકા દહન કરવાની ઝુંબેશ આદરી છે. લોકો વિજ્ઞાન જાથાને અનુસરશે તેવો સંપુર્ણ વિશ્વાસ છે. જયોતિષીઓએ ફળકથનની ચોપડીના આધારે ભદ્રાકાલ હોય હોલિકા દહન રાત્રિના 11 કલાક 15 મિનિટ પછી કરવા પોતાનો વિચાર મુકયો. વાસ્તવમાં ભારતમાં લોકો અનેક સમસ્યાથી પિડીત છે. લોકોને ત્યૌહાર-ઉત્સવ આનંદ ઉલ્લાસથી ઉજવવાનો હક્ક છે તેમાં ટાંગ અડાડી જ્યોતિષીઓ મતમતાંતર ઉભી કરતા જાથા મેદાનમાં ઉતર્યું છે. જયંત પંડયા જણાવે છે કે ભદ્રાકાલ, ભદ્રાવિષ્ટિ, ગ્રહણ વિગેરેના ફળકથનો નર્યું તુત છે તેમાં શ્રદ્ધા રાખવી બરબાદી-પાયમાલીને આમંત્રણ છે. દરિદ્ર માનસિકતા છોડી હોલિકા દહન ગમે તે સમયે કરવા લોકોને અનુરોધ છે. વિશ્ર્વના વિકાશીલ દેશોમાં ભારતનો ક્રમાંક શરમજનક છે. ત્યૌહાર ઉજવીએ પરંતુ ખોટા વિચારો-રિવાજો, કુપ્રથાને તિલાંજલિ આપીએ. અંતમાં પોતાના ગામ, મહોલ્લામાં રવિવાર સાંજથી હોલિકા દહન કાર્યક્રમ કરવો. મનમાં શંકા-કુશંકા રાખવી નહિ. જાથા ભદ્રાકલને હોળીમાં જ ભસ્મીભૂત કરશે. ગતકડાઓથી સાવધાન રહેવા અપીલ. જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મોે.9825216689 ઉપર સંપર્ક કરવો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement