VIDEO: મધ્યપ્રદેશના ગુનામાં ટ્રેઈની વિમાન ક્રેશ, મહિલા પાયલોટને ગંભીર ઈજા
મધ્યપ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં એક પ્લેન ક્રેશ થયું છે. ગુના એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું છે. મહિલા પાયલોટને ગંભીર ઈજાઓ પહોંચી છે. વિમાને સાગર ક્ષેત્રથી ઉડાન ભરી હતી અને ગુના એરસ્ટ્રીપ નજીક ફોલ્ટ સર્જાયો હતો જેને કારણે મહિલા પાયલોટે વિમાનને ગુના એરસ્ટ્રીપ પર ઉતારવાની મંજૂરી માંગી હતી. મંજૂરી તો મળી ગઈ પરંતુ આ દરમિયાન વિમાન ક્રેશ થઈ ગયું હતું અને મહિલા પાયલોટ ઘાયલ થયાં હતા. ખબર મળતાં તંત્ર દ્વારા તાબડતોબ પહોંચીને પાયલોટને હોસ્પિટલ લઈ જવાયા હતા.
આ ઘટનાનો વીડિયો પણ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં પ્લેનનો કાટમાળ જોઈ શકાય છે. પ્લેનનો કાટમાળ દરેક જગ્યાએ વિખરાયેલો જોવા મળે છે. પોલીસની ટીમ પણ સ્થળ પર નજરે પડે છે. હાલમાં આ વિમાન દુર્ઘટના અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. દુર્ઘટના બાદ પ્લેન સંપૂર્ણપણે તૂટી ગયું છે.
#Guna#BREAKING #plane#crash
सागर से आ रहा विमान गुना एरोड्रम पर हुआ क्रैश,महिला पायलट के घायल होने की खबर... pic.twitter.com/FnhwdQpEp7— Shailendra Mishra Shelly 🇮🇳 (@journoshelly) March 6, 2024
ત્રણ વર્ષ પહેલા, મધ્યપ્રદેશમાં આવી જ એક ઘટના સામે આવી હતી જ્યારે 27 માર્ચ, 2021 ના રોજ ભોપાલના ગાંધીનગર ક્ષેત્રમાં એક તાલીમ વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં ત્રણ પાયલોટ ઘાયલ થયા હતા.