VIDEO: સૌરવ ગાંગુલીના ભાઈ-ભાભી માંડ માંડ બચ્યા!!! દરિયામાં બોટ પલટી મારી જતાં મચ્યો હાહાકાર
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલી અને તેમની પત્ની અર્પિતા ગાંગુલીનો બોટ ટ્રેજેડીમાં ચમત્કારિક બચાવ થયો હતો. . બંને ઓડિશાના પુરી રજાઓ માળવા ગયા હતા. ત્યાં બીચ પર વોટર સ્પોર્ટ્સ દરમિયાન આ એક દુર્ઘટના બની હતી. તેમની સ્પીડબોટ દરિયામાં પલટી ગઈ. પરંતુ લાઈફ જેકેટ હોવાને કારણે તેઓ બચી ગયા હતા. આ ઘટના પુરી બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી દરમિયાન બની હતી.
સ્નેહાશિષ ગાંગુલી અને તેમની પત્ની અન્ય લોકો સાથે દરિયામાં વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે અચાનક જોરદાર મોજાને કારણે બોટ પલટી ગઈ. જ્યારે લાઇફગાર્ડ્સે બધા પ્રવાસીઓને બચાવવા માટે તેમના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. અધિકારીઓએ તેમને બચાવવા માટે રબર ફ્લોટ્સનો ઉપયોગ કર્યો હતો.
https://x.com/AnchorAnandN/status/1926892264208355675
અર્પિતા ગાંગુલીએ આરોપ લગાવ્યો કે બોટમાં મુસાફરોની ક્ષમતા ઓછી હોવાથી બોટ હલકી હતી, જેના કારણે તે પલટી ગઈ. તેણીએ કહ્યું, "દરિયામાં પહેલાથી જ જોરદાર મોજા ઉછળતા હતા. બોટમાં 10 લોકોની ક્ષમતા હતી, પરંતુ પૈસાના લોભને કારણે, તેઓએ ફક્ત ત્રણથી ચાર લોકોને જ ચઢવા દીધા. આ દિવસની છેલ્લી બોટ હતી જે દરિયામાં જઈ રહી હતી. અમે દરિયામાં જવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ સંચાલકોએ અમને કહ્યું કે બધું બરાબર છે.''
અર્પિતાએ વધુમાં કહ્યું કે તેઓ દરિયામાં જતાની સાથે જ મોજા બોટ સાથે અથડાઈ ગયા. તેણીએ કહ્યું, "જો લાઇફગાર્ડ્સ ન આવ્યા હોત, તો અમે બચી શક્યા ન હોત. હું હજુ પણ આઘાતમાં છું... મેં ક્યારેય આવું કંઈ અનુભવ્યું નથી." જો હોડીમાં વધુ લોકો હોત, તો તે પલટી ન ગઈ હોત." તેમણે આવી પ્રવૃત્તિઓ માટે બોટ ચલાવતા સંચાલકોની વધુ સઘન તપાસની પણ માંગ કરી.
https://x.com/kanak_news/status/1926909341300388095
ગાંગુલીની ભાભીએ કહ્યું કે અધિકારીઓએ અહીં આ રમતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પુરી બીચ પર ખૂબ જ તોફાની દરિયો છે. હું કોલકાતા પાછા જઈશ ત્યારે પોલીસ અધિક્ષક અને મુખ્યમંત્રીને પત્ર લખીશ, જેમાં તેમને અહીં વોટરસ્પોર્ટ્સ બંધ કરવા કહીશ.
શું છે આખો મામલો?
રવિવારે સાંજે લાઇટહાઉસ વિસ્તાર નજીક હોટલ સોનાર બાંગ્લા સામે બીચ પાસે આ ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્પીડબોટ ઊંડા પાણીમાં જઈ રહી હતી ત્યારે તે પલટી ગઈ. જેના કારણે તેમાં સવાર લોકો ડૂબી ગયા અને થોડા સમય માટે પાણીમાં ફસાઈ ગયા. અહેવાલ મુજબ, કોઈ પણ પીડિતને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી.