મહાકુંભની ખૂબસૂરત મોનાલિસાનો બોલ્ડ અંદાજનો વીડિયો વાઇરલ
પ્રયાગરાજ મહાકુંભ 2025 થી વાયરલ થયેલી ભૂરી કજરી આંખોવાળી મોનાલિસા યાદ છે, જેને તાજેતરમાં એક ફિલ્મની ઓફર પણ મળી છે. આ દરમિયાન તેનો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેનાથી યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે.
આ વીડિયોએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. મહાકુંભ મેળાથી ઈન્ટરનેટ સેન્સેશન બનેલી મોનાલિસાએ વીડિયોમાં પોતાનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. પોતાની સાદગીથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર મોનાલિસા વીડિયોમાં ખૂબ જ બદલાયેલા અંદાજમાં જોવા મળી રહી છે, જેને જોઈને નેટીઝન્સ કહી રહ્યા છે કે બોલિવૂડ હિરોઈનોને મુશ્કેલી પડશે. વાયરલ વીડિયોમાં મોનાલિસા પર્વતોમાં નદી કિનારે લાલ રંગના બોડીકોન શોર્ટ ડ્રેસમાં ડાન્સ કરતી જોવા મળે છે. તેનો બોલ્ડ અંદાજ જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જોકે મોનાલિસાનો આ વીડિયો નકલી છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તન્નુ રાવતનો છે, જેમાં અઈં ની મદદથી મોનાલિસાનો ચહેરો તન્નુના ચહેરા પર સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો છે,