VIDEO: મહા કુંભ મેળા વિસ્તારમાં ફરી ભડકી આગ, સંગમ કિનારે સેક્ટર-18માં અનેક ટેન્ટ બળીને ખાખ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં ત્રીજી વખત મોટી દુર્ઘટના બની છે. મહાકુંભ મેળામાં સેક્ટર-18 શંકરાચાર્ય માર્ગ પર ઈસ્કોનના કિચનમાં આગ લાગતાં ભાગદોડ મચી હતી. આગમાં 22થી વધુ કોટેજ બળીને ખાખ થયા હતા. જો કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. એસીનું ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હોવાની જાણવા મળ્યું છે.
https://x.com/ANI/status/1887736723431694389
આ શિબિરમાં સ્થિત મહારાજ કોટેજમાં એસી લગાવેલા હતા. એસીનું ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. અગાઉ 30 જાન્યુઆરીએ પણ સેક્ટર-22માં અનેક કોટેજમાં આગ લગા હતી. જેમાં 15 કોટેજ બળીને ખાખ થયા હતાં. તદુપરાંત અગાઉ સેક્ટર-2માં બે કારમાં આગ લાગતાં હડકંપ મચ્યો હતો. 19 જાન્યુઆરીએ પણ સેક્ટર-19માં શિબિરમાં મૂકેલા ઘાસચારામાં આગ લાગી હતી. જેમાં 18 કોટેજ બળી ગયા હતા.
પત્રકારો સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગ લાગી હતી અને થોડીવારમાં તેને કાબૂમાં લેવામાં આવી હતી. કોઈ જાનહાનિ થઈ નથી. આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડની વિશેષ ટીમ આગ કયા કારણોસર લાગી તે શોધી કાઢશે.