VIDEO: બેકાબૂ કાર ડિવાઈડરમાં ઘૂસી, BRS મહિલા MLA લસ્યા નંદિતાનું ભીષણ અકસ્માતમાં મોત
ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા અને તેલંગાણામાં ધારાસભ્ય જી લસ્યા નંદીતાનું સાંગારેડ્ડી ખાતે ભયંકર કાર અકસ્માતમાં મોત થયું. ધારાસભ્ય પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. સંગારેડીના અમીનપુર મંડલ વિસ્તારમાં સુલતાનપુર આઉટર રિંગ રોડ (ORR) પર તેમની કારે નિયંત્રણ ગુમાવ્યું અને ડિવાઈડર સાથે અથડાઈ. આ માર્ગ અકસ્માતમાં ધારાસભ્ય લસ્યા નંદિતાને ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અકસ્માતમાં તેનો કાર ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બીઆરએસ ચીફ કેસીઆરએ લાસ્યા નંદિતાના અકાળે નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, એક યુવાન ધારાસભ્ય તરીકેના કામ માટે જાણીતી લસ્યા નંદિતાના માર્ગ અકસ્માતમાં મૃત્યુથી હું દુખી છું. આ દુખદ સમયમાં મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.
તમને જણાવી દઈએ કે લસ્યા નંદિતા તેલંગાણાની અગ્રણી નેતા છે. સાયનાની દીકરી. 37 વર્ષીય લસ્યા ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવીને પ્રથમ વખત સિકંદરાબાદ કેન્ટ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. તેમના પિતા પણ આ જ બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.