VIDEO: બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણીએ લીધો સંન્યાસ, પોતાનું જ પિંડદાન કર્યું, કિન્નર અખાડામાં લીધી દીક્ષા
અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો છે. હવે તે સાધુ બની ગઈ છે. તેણે કિન્નર અખાડામાંથી દીક્ષા લીધી છે. આધ્યાત્મિક માર્ગ અપનાવીને, તેણે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન કિન્નર અખાડામાં સંન્યાસની દીક્ષા લીધી. કુલકર્ણી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છે. તેણે સંગમના કિનારે પિંડદાન કર્યું. હવે તેનું નામ મમતા નંદગિરિ રાખવામાં આવશે. ફક્ત તેનો પટ્ટાભિષેક બાકી છે. કિન્નર અખાડાએ તેને આ પદવી આપી છે.
અભિનેત્રી આજે સવારે જ મહાકુંભમાં કિન્નર અખાડા પહોંચી હતી. તે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મળી અને આશીર્વાદ લીધા. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી મહામંડલેશ્વર બનવા અંગે ચર્ચા થઈ હતી.
https://www.instagram.com/reel/DFMOhtwySYC/?utm_source=ig_web_copy_link
સાધુ બન્યા બાદ મમતા હવે નવા નામથી ઓળખાશે. તેણીની નવી ઓળખ 'શ્રી યમાઈ મમતા નંદ ગીરી' તરીકે છે. આ તેનું નવું નામ છે. મમતા વર્ષોથી દુબઈમાં રહેતી હતી. તે થોડા સમય પહેલા ભારત આવી છે. હવે તેણે સાધુ બનવાનું નક્કી કર્યું છે.
મમતા કુલકર્ણીએ 1991માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ 'નન્નાબરગલ'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. એક વર્ષ પછી, 1992 માં, તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ‘મેરે દિલ તેરે લિયે થી’ હતી. તેને વાસ્તવિક ઓળખ 1995માં રિલીઝ થયેલી ફિલ્મ 'કરણ અર્જુન'થી મળી હતી, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. રાકેશ રોશનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખ ખાન પણ જોવા મળ્યા હતા. મમતા આજે પણ આ ફિલ્મ માટે જાણીતી છે.
તે પછી મમતાએ 'નસીબ', 'સબસા બડા ખિલાડી', 'વક્ત હમરા હૈ', 'ઘાતક' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે ત્યારબાદ તેનું નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હતું. તેનું નામ ડોન વિકી ગોસ્વામી સાથે જોડાયું હતું, જે પછી તે ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી.