VIDEO: હરિયાણામાં વાયુ સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, પાઇલટ પ્લેનને રહેણાક વિસ્તારથી દૂર લઈ જઈ સુરક્ષિત બહાર નીકળ્યો
હરિયાણાના અંબાલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. એરફોર્ટના નિવેદન અનુસાર, ફાઇટર જેટે અંબાલા એરબેઝથી ટ્રેનિંગ માટે ઉડાન ભરી હતી. આ અકસ્માત પંચકુલાના મોરનીના બલદવાલા ગામ પાસે થયો હતો. વાયુસેનાના અધિકારીએ જણાવ્યું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઘટના બાદ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાઈટર જેટનો પાયલોટ પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં સફળ રહ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિસ્ટમમાં ખામીને કારણે ફાઇટર જેટ ક્રેશ થયું હતું. પાયલોટે સુરક્ષિત રીતે બહાર નીકળતા પહેલા વિમાનને જમીન પરના કોઈપણ વસવાટથી દૂર લઈ લીધું હતું.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ફાઈટર જેટનો પાયલોટ દુર્ઘટના બનતાં તુરંત જ પેરાશૂટની મદદથી સુરક્ષિત લેન્ડ થયો હતો. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં તપાસ માટે નિષ્ણાતોની ટીમને પણ નિરીક્ષણ કરવા ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.
https://x.com/ians_india/status/1897978892117590526
દુર્ઘટના એટલી ભયાવહ હતી, તેનો અંદાજ વિમાનની હાલત જોઈને જ લગાવી શકાય છે. જેટ ક્રેશ થતાં જ ચારેબાજુ તેના નાના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. જેગુઆર ફાઈટર જેટ નિયમિત ધોરણે ટ્રેનિંગના ભાગરૂપે ઉડાન ભરે છે. તે દરમિયાન આજે અંબાલામાં ટેક્નિકલ ખામી સર્જાતા દુર્ઘટના બની હતી. પાયલોટ વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળવામાં સફળ થયો હતો. પાયલોટે સુરક્ષિત બહાર નીકળતાં પહેલાં જ જેટને વસ્તીથી દૂર લઈ જવામાં સફળ રહ્યો હતો.
વાયુ સેનાએ આ અંગે સોશિયલ મીડિયા X પર માહિતી આપી હતી. તેના પર જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાનું એક જેગુઆર જેટ ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયુ હતું. આ ઘટના પાછળનું સત્ય જાળવા માટે વાયુ સેનાએ તપાસના આદેશ આપ્યા છે. તેમજ સ્પેશિયલ ટીમને નિરિક્ષણ કરવા પણ મોકલી છે. આ તપાસ પાછળનો ઉદ્દેશ ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના ન ઘટે તે છે. આ પરિસ્થિતિમાં અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપી છે.