For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિગ્ગજ ફિલ્મ મેકર, કવિ અને પત્રકાર પ્રિતેશ નંદીનું નિધન

10:50 AM Jan 09, 2025 IST | Bhumika
દિગ્ગજ ફિલ્મ મેકર  કવિ અને પત્રકાર પ્રિતેશ નંદીનું નિધન

જાણીતા ફિલ્મ સર્જક, કવિ અને લેખક પ્રિતેશ નંદીનું નિધન થયું છે. પ્રીતિશે 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમ ખેરે સોશિયલ મીડિયા દ્વારા તેમના નિધનની માહિતી આપી છે.

Advertisement

અનુપમ ખેરે લખ્યું છે- મારા સૌથી પ્રિય અને નજીકના મિત્રોમાંના એક પ્રિતેશ નંદીના નિધન વિશે જાણીને હું ખૂબ જ દુ:ખી અને આઘાતમાં છું. એક અદ્ભુત કવિ, લેખક, ફિલ્મ નિર્માતા અને એક બહાદુર અને અનન્ય સંપાદક અને પત્રકાર, તેઓ મુંબઈમાં મારા શરૂૂઆતના દિવસોમાં મારી સપોર્ટ સિસ્ટમ અને શક્તિનો મોટો સ્ત્રોત હતા. અમે ઘણી વાતો શેર કરી.

અનુપમ ખેરે આગળ લખ્યું- હું જેને મળ્યો છું તે સૌથી નીડર લોકોમાંના એક હતા. હમેશા જીવનથી પણ મોટું. હું તેની પાસેથી ઘણું બધું શીખ્યો. કેટલાક સમયથી અમે વારંવાર મળતા નહોતા. પરંતુ એક સમય એવો હતો જ્યારે અમે અવિભાજ્ય હતા. હું ક્યારેય નહી ભુલુ જ્યારે તેમણે મને ફિલ્મફેર અને તેમાં પણ મહત્વની વાત ધ ઇલસ્ટ્રેટેડ વિકલીના કવરપેજ પર મૂકીને મને આશ્ચર્યચકિત કરી દીધો. તેઓ યારોં કા યારની સાચી વ્યાખ્યા હતા. હું તમને અને આપણે સાથે વિતાવેલા સમયને યાદ કરીશ મારા દોસ્ત. રેસ્ટ ઇન પીસ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement