ઇડી સમક્ષ હાજર થતા વાડરા: રાજકીય વેરવૃત્તિનો આક્ષેપ
20 વર્ષમાં મને 15 વખત બોલાવાયો: સોનિયાના દામાદે રાજકારણમાં જોડાવાનો ઈશારો આપ્યો
નવી દિલ્હી કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને ફરી એકવાર ED તરફથી મોટો ઝટકો લાગ્યો છે. રોબર્ટ વાડ્રાને જમીન સોદા કેસમાં PMLA હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા છે. અગાઉ પણ તેમને 8મી એપ્રિલે બોલાવવામાં આવ્યા હતા પરંતુ વાડ્રા આવ્યા ન હતા.
ED આજે રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરશે. આ મામલો 2018નો છે. ગુરુગ્રામમાં સ્કાયલાઇટ હોસ્પિટાલિટી અને DLF વચ્ચે 3.5 એકર જમીનના ટ્રાન્સફર સાથે સંબંધિત આ કેસ છે. છેતરપિંડી અને નિયમોના ઉલ્લંઘનના આરોપો છે.
ઓક્ટોબર 2011માં, અરવિંદ કેજરીવાલે રોબર્ટ વાડ્રા પર રાજકીય તરફેણના બદલામાં ડીએલએફ લિમિટેડ પાસેથી રૂૂ. 65 કરોડની વ્યાજમુક્ત લોન અને મોટી રકમ લેવાનો આરોપ મૂક્યો હતો.ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા સમન્સ મળ્યા બાદ તેમના ઘરેથી ED ઓફિસ પહોંચ્યા, રાજકીય બદલોનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું, જ્યારે પણ હું લોકો માટે મારો અવાજ ઉઠાવું છું અને તેમની વાત સાંભળું છું, ત્યારે તેઓ મને દબાવવાનો પ્રયાસ કરે છે. મેં હંમેશા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે અને કરતો રહીશ. બિઝનેસ મેન રોબર્ટ વાડ્રાએ વધુમાં કહ્યું, અમે ઊઉને કહ્યું કે અમે અમારા દસ્તાવેજો એકઠા કરી રહ્યા છીએ, હું હંમેશા અહીં આવવા માટે તૈયાર છું, મને આશા છે કે આજે કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં આવશે. આ બાબતમાં કંઈ નથી... જ્યારે હું દેશની તરફેણમાં બોલું છું ત્યારે મને અટકાવવામાં આવે છે, રાહુલને સંસદમાં બોલતા અટકાવવામાં આવે છે.
રોબર્ટ વાડ્રાએ વધુમાં કહ્યું કે ભાજપ આ કરી રહી છે. આ રાજકીય બદલો છે. લોકો મને પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે હું રાજકારણમાં જોડાઉં... જ્યારે હું રાજનીતિમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરું છું, ત્યારે તેઓ મને નીચે ખેંચવા અને વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા જૂના મુદ્દા ઉઠાવે છે. છેલ્લા 20 વર્ષમાં મને 15 વખત સમન્સ મોકલવામાં આવ્યો હતો અને દરેક વખતે મારી 10 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી.
2850 કરોડના ચિટ કૌભાંડ મામલે કોંગ્રેસના પૂર્વ મંત્રીને ત્યાં દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજસ્થાનના કોંગ્રેસના નેતા અને પૂર્વ સીએમ અશોક ગેહલોતની સરકારમાં મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસના ઘરે દરોડા પાડ્યા છે. આ દરોડા રૂૂ. 2850 કરોડના ચિટફંડ કૌભાંડના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે. મીડિયા સાથે વાત કરતા પૂર્વ મંત્રીએ ઈડી પર આરોપ લગાવ્યો કે તેની ટીમ કોઈ પણ નોટિસ આપ્યા વગર સીધી સિવિલ લાઈન્સ સ્થિત તેમના ઘરે પહોંચી ગઈ. તેમણે આ કાર્યવાહીને રાજકીય પ્રેરિત ગણાવી છે. કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ ખાચરિયાવાસે ઊઉની કાર્યવાહી પર કહ્યું કે હું ઊઉની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડાનો જવાબ આપીશ. તેમણે કહ્યું કે હું આવી કોઈ કાર્યવાહીથી ડરતો નથી, પરંતુ ભાજપે ઈડીનો ઉપયોગ કરીને રાજનીતિ ન કરવી જોઈએ.