ઇસરોના નવા ચેરમેન તરીકે વી.નારાયણનની નિમણૂક
11:29 AM Jan 08, 2025 IST | Bhumika
સોમનાથના અનુગામી 14મીએ પદ સંભાળશે
Advertisement
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના આગામી અધ્યક્ષ તરીકે ડો. વી નારાયણનનું નામ આપવામાં આવ્યું છે, એમ મંગળવારે એક સત્તાવાર સૂચનામાં જણાવાયું છે. તેઓ 14 જાન્યુઆરીએ વર્તમાન એસ.સોમનાથથી ઈસરોના વડા તરીકેનો કાર્યભાર સંભાળશે.
ઈસરોના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક, ડો. વી નારાયણન હાલમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (કઙજઈ)ના ડિરેક્ટર છે. લગભગ ચાર દાયકાની કારકિર્દી સાથે, તેમણે ભારતીય અવકાશ સંસ્થામાં વિવિધ મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. ડો. નારાયણનની નિપુણતા રોકેટ અને અવકાશયાન પ્રોપલ્શનમાં રહેલી છે.
Advertisement
ૠજકટ ખસ ઇલ વાહનના ઈ25 ક્રાયોજેનિક પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે તેમની નોંધપાત્ર સિદ્ધિઓમાંની એક હતી. તેમના નેતૃત્વ હેઠળ, ટીમે સફળતાપૂર્વક ઈ25 સ્ટેજનો વિકાસ કર્યો, જે ૠજકટ ખસ ઈંઈંઈં ના મહત્વપૂર્ણ ઘટક છે.
Advertisement