ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોઇપણ ધર્મમાં લાઉડસ્પીકરનો ઉપયોગ જરૂરી નથી: હાઇકોર્ટ

11:09 AM Jan 24, 2025 IST | Bhumika
Advertisement

મુંબઇની વડી અદાલતે પગલાં લેવા નિયામાવલિ બનાવી

Advertisement

 

પ્રાર્થના કરવા અથવા ધાર્મિક મંત્રો ઉચ્ચારવા માટે લાઉડસ્પીકર વાપરવા કોઈ પણ ધર્મની આવશ્યક બાબત ન હોવાનું જણાવીને બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસને ધ્વનિ પ્રદૂષણ કાયદા 2000નો કડકાઈથી અમલ કરવાનો મુંબઈ પોલીસને નિર્દેશ આપ્યો છે અને લાઉડસ્પીકર વાપરીને કોઈ ધાર્મિક સ્થળ ધ્વનિ પ્રદૂષણ કરે નહીં તેની તકેદારી લેવા જણાવ્યું છે.

મુંબઈ સર્વધર્મી શહેર છે અને વિવિધ ધર્મના લોકો અહીં રહે છે, એમ કોર્ટે નોંધ કરી હતી.લાઉડસ્પીકરનો વપરાશ નકારવાથી કોઈ રીતે અધિકાર પર અસર થતી હોવાનો કોઈ દાવો કરી શકે નહીં. જનહિતમાં આવી પરવાનગી આપવી જોઈએ નહીં. પરવાનગી નકારવાથી કોઈ બંધારણીય અધિકારનો ભંગ થતો નથી.

મુંબઈ પોલીસને આવા ધ્વનિ પ્રદૂષણકર્તાઓ સામે પગલાં લેવાની સત્તા છે અને આથી પોલીસે કઈ રીતે ફરિયાદ મળ્યા બાદ પગલાં લેવા જોઈએ એની નિયમાવલી જારી કરી છે.

આ નિયમાવલી અનુસાર એક વાર જો કોઈ નાગરિક પોલીસમાં ધાર્મિક સ્થળ કે અન્ય સ્થળ સામે ધ્વનિ પ્રદૂષણની ફરિયાદ કરે તો પોલીસે ફરિયાદીની ઓળખ પૂછ્યા વિના અને જો ઓળખ મળી હોય તો ગુનેગારને ઓળખ છતી કર્યા વિના નીચે મુજબના પગલાં લેવાના રહેશે. એ મુજબ પહેલી વાર કથિત ગુનેગારને ચેતાવણી આપવાની રહેશે. બીજી વાર એ જ ગુનેગાર સામે ફરિયાદ મળતાં પોલીસ મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ ધાર્મિક સ્થળ પર દંડ ફટકારે અને દંડની રકમ તેના ટ્રસ્ટી કે મેનેજર પાસેથી વસૂલે અને તેમને ભવિષ્યમાં ફરિયાદ મળતાં કડક પગલાંની ચેતાવણી આપે. એ પછી પણ એ જ ધાર્મિક સ્થળને લઈને ફરિયાદ મળે તો પોલીસે મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 70 અનુસાર લાઉડસ્પીકર જપ્તીની કાર્યવાહી કરવાની રહેશે અને લાઉડસ્પીકર કે એમ્પ્લીફાયર વાપરવાનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની રહશે.

મુંબઈના કુર્લા અને ચુનાભટ્ટી વિસ્તારના બે જન કલ્યાણ સંગઠન દ્વારા કરાયેલી અરજી પર મહત્વનો આદેશ અપાયો હતો. અરજીમાં આ વિસ્તારમાં આવેલા અનેક મસ્જિદ અને મદરેસા દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ સામે પોલીસની નિષ્ક્રિયતાની ફરિયાદ કરાઈ હતી. મસ્જિદો લાઉડસ્પીકર, વોઈસ એમ્પ્લીફાયર અને માઈક્રોફોન પણ દિવસમાં પાંચ વાર અઝાન માટે વાપરતા હોવાથી અસહ્ય ધ્વનિ પ્રદૂષણ થાય છે એમ અરજીમાં જણાવાયું હતું.આ ઉપકરણો પરવાનગી વિના વાપરતા હોવાનો પણ અરજીમાં આરોપ કરાયો હતો.

Tags :
Bombay High Courtindiaindia newsloudspeakersReligion
Advertisement
Next Article
Advertisement