For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુરિક એસિડ થવાના કારણો, લક્ષણો અને તેમાંથી રાહત મેળવવાના ઉપાય

12:24 PM Mar 09, 2024 IST | Bhumika
યુરિક એસિડ થવાના કારણો  લક્ષણો અને તેમાંથી રાહત મેળવવાના ઉપાય

તાજેતરમાં લોકો ને યુરિક એસિડ વધવાની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ઘણા લોકો યુરિક એસિડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં જ નહીં, પરંતુ ઘણા યુવાનોમાં પણ જોવા મળી રહી છે. યુરિક એસિડ એક એવી સમસ્યા છે, જે ધીમે ધીમે લોહીમાં જમા થઈ શકે છે અને ક્રિસ્ટલ્સનું કારણ બની શકે છે. જેના કારણે સાંધામાં ખૂબ દુખાવો અને સોજો આવી જાય છે. જો યુરિક એસિડ વધી જાય, સમયસર સારવાર ન કરવામાં આવે તો સાંધાનો દુખાવો, સંધિવા, કિડનીમાં પથરી, આર્થરાઇટિસ , ડાયાબિટીસ અને લોહીની વિકૃતિઓ થવાની શક્યતા વધી જાય છે. તેથી, લોહીમાં યુરિક એસિડની માત્રાને નિયંત્રિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Advertisement

યુરિક એસિડ શું છે?
જ્યારે કોઈ કારણસર કિડનીની ફિલ્ટરિંગ ક્ષમતા ઘટી જાય છે, ત્યારે યુરિયા યુરિક એસિડમાં પરિવર્તિત થાય છે, જે હાડકાંની વચ્ચે એકત્ર થઈ જાય છે. યુરિક એસિડ શરીરના કોષો અને આપણે જે વસ્તુઓ ખાઈએ છીએ તેમાંથી બને છે. તેમાંથી મોટાભાગના યુરિક એસિડ કિડની દ્વારા ફિલ્ટર થાય છે, જે શૌચાલય દ્વારા શરીરમાંથી બહાર આવે છે, પરંતુ જો શરીરમાં યુરિક એસિડ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થઈ રહ્યું હોય અથવા કિડની ફિલ્ટર કરવામાં અસમર્થ હોય તો યુરિકનું સ્તર વધે છે. લોહીમાં એસિડ વધે છે. પછી તે હાડકાની વચ્ચે જમા થઈ જાય છે અને તેના કારણે ગાઉટની સમસ્યા થાય છે.

યુરિક એસિડ વધવાના લક્ષણો
શરીર માં યુરિક એસિડ વધુ હોય તો સાંધામાં દુખાવો, સોજો, હાડકામાં દુખાવો, પેશાબ કરવામાં તકલીફ થવા લાગે છે. ઓસ્ટીયોપોરોસીસ, કીડની રોગ
અને મેદસ્વીતાનું જોખમ રહેલું છે. શરીરમાંથી યુરિક એસિડ દૂર કરવાનું કામ કિડની કરે છે.જ્યારે કિડની આ ઝેરી તત્વોને દૂર કરી શકતી નથી ત્યારે સાંધામાં અમુક પાર્ટીકલ્સ ક્રિસ્ટલ્સના
રૂૂપમાં એકઠા થવા લાગે છે જેના કારણે હાઈપર્યુરિસેમિયા નામની સ્થિતિ સર્જાય છે જે સંધિવાનું કારણ બને છે.

Advertisement

યુરિક એસિડ વધે ત્યારે ખાવું અને પીવું

જો યુરિક એસિડ વધી જાય તો તરત જ માંસ અને માછલીનું સેવન બંધ કરી દો. નોનવેજ ખાવાથી યુરિક એસિડ ઝડપથી વધે છે. ઈંડાનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દો.ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ચરબી હોય છે. જે યુરિક એસિડને વધારે છે.બેકરી ઉત્પાદનો ખાવાનું બંધ કરો. બેકરી ફૂડમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે. જેમ કે પેસ્ટ્રી, કેક, પેનકેક, બન્સ, ક્રીમ બિસ્કીટ વગેરે. જો યુરિક એસિડ વધી જાય તો તરત જ જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ઠંડા સોડા પીણાં, તળેલા ખોરાક ખાવાનું બંધ કરો. જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, સોડા અને ઠંડા પીણાં પાચન પ્રક્રિયાને વધુ બગાડે છે. જેના કારણે યુરિક એસિડ ઝડપથી વધે છે. જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય તો તમે ભોજનમાં ખાંડ (તીલફિ) અને ખાંડવાળી ચીજો (તૂયયિ રજ્ઞજ્ઞમત) ખાવાનું બંધ કરો. મીઠા ફળો અને મધમાં રહેલા ફ્રૂકટોઝ પણ યુરિક એસિડનું પ્રમાણ વધવા પાછળ જવાબદાર પરિબળ છે. ફ્રૂકટોઝ એક નેચરલ સુગર છે જે ફળો અને મધમાં રહેલું હોય છે. જેવુ જ તમારું શરીર ફ્રૂકટોઝનું પાચન કરે છે ત્યારે તે પ્યુરીક છોડે છે અને છેલ્લે યુરિક એસિડનું પ્રમાણ વધે છે.

- જો યુરિક એસિડ વધી જાય તો હાઇડ્રોલિક ફાઇબરથી ભરપૂર ખોરાક ખાઓ. જેમાં પાલક, બ્રોકોલી, ઓટ્સ, ઓટમીલ, ઇસબગોળની ભૂકી ફાયદાકારક છે.
- સવાર-સાંજ જમ્યાના 10 મિનિટ પહેલા આમળાનો રસ અને એલોવેરા જ્યુસનું મિશ્રણ પીવાથી યુરિક એસિડ ઓછું થાય છે.
- એક ચમચી અળસીના બીજને બારીક ચાવવા અને તેને દિવસમાં ત્રણ વખત ખાવાથી 5 મિનિટ પછી ખાવાથી પાચન પ્રક્રિયામાં યુરિક એસિડ બનતું અટકે છે.
- જ્યારે યુરિક એસિડ વધી જાય ત્યારે રસોઈમાં ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો. ઓલિવ ઓઈલમાં વિટામિન ઈ અને મિનરલ્સ હોય છે. જે યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદરૂૂપ છે.
- વિટામીન સી ધરાવતા ખોરાકનું સેવન કરો. વિટામિન સી પેશાબ દ્વારા યુરિક એસિડને દૂર કરવામાં મદદરૂૂપ છે.
- દરરોજ 2-3 ચેરી ખાવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે. ચેરી ગઠ્ઠામાં એસિડ સ્ફટિકો બનવા દેતી નથી.
- અડધું લીંબુ નિચોવીને સલાડ ખાઓ. દિવસમાં એકવાર એક ગ્લાસ પાણીમાં 1 લીંબુ નીચોવી પીવાથી યુરિક એસિડ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement